વિરપુરના ચોરસા ગામ નજીક ટ્રેક્ટર પલટતા 8 શ્રમિકો ઇજાગ્રસ્ત:દાહોદના શ્રમિકો ઘઉં કાપી મહેસાણાથી વતન પરત ફરતા વખતે અકસ્માતનો ભોગ બન્યા

Gujarat4/13/2026, 11:57:32 AM
વિરપુરના ચોરસા ગામ નજીક ટ્રેક્ટર પલટતા 8 શ્રમિકો ઇજાગ્રસ્ત:દાહોદના શ્રમિકો ઘઉં કાપી મહેસાણાથી વતન પરત ફરતા વખતે અકસ્માતનો ભોગ બન્યા
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ચોરસા ગામ નજીક એક ટ્રેક્ટર પલટી જતાં આઠ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. આ શ્રમિકો મજૂરી કામ કરીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી ગયું હતું. ઇજાગ્રસ્ત થયેલા તમામ શ્રમિકો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વતની છે. તેઓ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ઘઉં કાપવાનું મજૂરી કામ પતાવીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને નાના બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને વિરપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી ગંભીર ઇજા પામેલા સાત મુસાફરોને વધુ સારવાર માટે પહેલા લુણાવાડા અને ત્યારબાદ ગોધરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
Read Original Article →