ફરિયાદ:લગ્નની લાલચ આપી 2.50 લાખ લીધા, દોઢ માસમાં યુવતી પલાયન
રાજ્યમાં લગ્ન વાંછુક યુવકો જ્યારે પોતાની જ્ઞાતિમાં કન્યા નથી મેળવી શકતા, ત્યારે તેઓ બહારની જ્ઞાતિ કે અન્ય રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્માં લગ્ન કરવા પ્રેરાય છે. તેવા સમયે લુટરી દુલ્હન ગેંગ સક્રિય થાય છે. બાલાસિનોર તાલુકાના બાવલા ગામના રહેવાસી રંગીતભાઇ અમરાભાઇ પરમારને પણ આવી જ એક ગેંગે લગ્ન કરાવવાની ભાથીભાઇ પરમાર, દશરથભાઇ ચૌહાણ અને ગીતાબેન ચૌહાણે લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા. આ ટોળકીએ લગ્ન કરાવવાના બદલામાં યુવક પાસેથી કુલ રૂ. 2.50 લાખ રોકડા લીધાહતા. ત્યાર બાદ, રાજસ્થાનની રેણુકા નામની યુવતી સાથે જોગણી માતાના મંદિરે ફૂલહારની વિધિ કરાવી ખોટા લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ આ યુવતી આશરે દોઢ માસ સુધી પત્ની તરીકે રહી હતી. ત્યારબાદ સમાજના રીત-રિવાજ મુજબ વરતા પગલા કરવાના બહાને યુવતી પિયર જવાનું કહીને ફરાર થઈ ગઈ હતી. યુવકે જ્યારે આ અંગે વચેટિયાઓ અને યુવતીનો સંપર્ક કર્યો, ત્યારે તેને પરત મોકલવાને બદલે આરોપીઓએ યુવકને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી જ્યારે યુવકને અવાર નવાર સંપર્ક કરવા છતાંય રેણુકા અને વચેટિયાઓ દ્રારા સરખો જવાબ ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. કેવી રીતે પાત્રને ફસાવાય છે આ ગેંગમાં ત્રણ પાત્રો હોય છે એક સ્થાનિક એજન્ટ જે શિકાર શોધે છે, બીજા નકલી માતા-પિતા અને ત્રીજી લુટેરી દુલ્હન . એજન્ટ એવા યુવકોને નિશાન બનાવે છે જેઓ મોટી ઉંમરના હોય અથવા જેમના લગ્ન થવામાં મુશ્કેલી હોય. લગ્ન બાદ દુલ્હન ખૂબ સારું વર્તન કરી પરિવારનો વિશ્વાસ જીતી તક મળે કે તરત જ ઘરના દાગીના અને રોકડ લઈને ગાયબ થઈ જાય છે. ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, બદનામીના ડરથી અનેક પરિવારો પોલીસ સુધી પહોંચતા જ નથી, જેનો ફાયદો ઉઠાવી આ ગેંગ એક જ દુલ્હનને અલગ-અલગ શહેરોમાં અનેકવાર પરણાવી લાખો રૂપિયા લૂંટી લે છે.
Read Original Article →