આપઘાત:ભુજ અને માનકુવામાં યુવાને ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લીધી

Gujarat6/9/2026, 1:03:33 AM
શહેરના આત્મારામ સર્કલ નજીક રહેતા 23 વર્ષીય યુવાને કોઈ કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ આત્મારામ સર્કલ નજીક રહેતા 23 વર્ષીય કિરણભાઈ હરેશભાઈ જોગીએ આત્મઘતી પગલું ભરી લીધું હતું.બનાવ સોમવારે સાડા છ વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ લીધો હતો.બનાવ બાદ તેને જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવને પગલે પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે. માનકુવા નવાવાસ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવકે પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ નવાવાસના રહેવાસી વિનોદ કુમાર દામજીભાઈ મેરીયાએ 7 જૂનના સવારે અગિયારેક વાગ્યાના અરસામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવની જાણ થતાં જ મૃતકના પિતરાઈ ભાઈ તેમને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ અંગે માનકુવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →