ટ્રાફિક નિયમોને લઈને પોલીસનું કડક વલણ:પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસે નિયમોના ભંગ બદલ 24,488 કેસ કર્યા, 71 લાખનો દંડ

Gujarat4/9/2026, 1:17:46 AM
ટ્રાફિક નિયમોને લઈને પોલીસનું કડક વલણ:પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસે નિયમોના ભંગ બદલ 24,488 કેસ કર્યા, 71 લાખનો દંડ
રસ્તાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને ટ્રાફિક નિયમોના કડક અમલ માટે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસે વર્ષ 2025-26 દરમિયાન વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. પોલીસે કાર્યવાહી કરીને કુલ 24,488 કેસ નોંધાયા હતા અને કુલ રૂ. 71,35,500નો દંડ ફટકારાયો હતો. પોલીસ દ્વારા મુખ્યત્વે હેલ્મેટ ન પહેરવું, સીટ બેલ્ટ ન બાંધવી, મોબાઇલ ફોનનો ઉપયોગ, બ્લેક ફિલ્મ, રોંગ સાઇડમાં વાહન હંકાવવું તેમજ અન્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરાઈ હતી. નંબર પ્લેટ વગરના અથવા ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે 464 કેસ નોંધાયા હતા, જ્યારે 1,416 વાહનો ડિટેઇન કરાયા હતા. ભારતીય ન્યાય સંહિતાની કલમ 281 અને 285 હેઠળ અનુક્રમે 119 અને 152 કેસ નોંધાયા હતા. નશામાં વાહન હંકાવવાના 74 કેસ નોંધાયા હતા. ઉપરાંત, LED લાઇટ રેટ્રોફિટ કરાયેલા વાહનચાલકો વિરુદ્ધ 1,533 એનસી કેસ નોંધાયા હતા. બેફામ દોળતી લક્ઝરીઓ અને ઓવરલોડ વાહનો ફરે છે તેના પર પણ કેસ નોંધી દંડ ફટકારવાની જરૂર છે. કયા કયા નિયમ બદલ કરાયેલ કેસ વર્ષભર જનજાગૃતિ માટે 62 કાર્યક્રમો યોજાયા માર્ગ સલામતી અને ટ્રાફિક શિસ્ત અંગે જનજાગૃતિ લાવવા વિભાગ દ્વારા વર્ષભરમાં કુલ 62 ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શાળાઓ, કોલેજો, જાહેર સ્થળો તથા વિવિધ સંસ્થાઓમાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને નિયમોનું પાલન, હેલ્મેટ-સીટબેલ્ટનો ઉપયોગ અને વાહન વ્યવહાર પ્રત્યેની જવાબદારી અંગે સમજ અપાઈ હતી. વન નેશન વન ચલણના કુલ 3,149 કેસો વન નેશન વન ચલણ જેમાં ટ્રાફિક નિયમોના ભંગ માટે એકસરખી અને ડિજિટલ દંડ પ્રણાલી છે. જેમાં કોઈ પણ વાહનચાલક નિયમનો ભંગ કરે તો તેની સામે ઈ- ચલણ મારફતે કેસ નોંધાય છે અને ડિજિટલ સિસ્ટમમાં અપલોડ થાય છે તેવા 3,149 કેસ નોંધાયા છે.
Read Original Article →