ધરપકડ:સસ્તું સોનું આપવાની લાલચ આપી 75 લાખની ઠગાઈ કરનાર બે શખ્સો ઝડપાયા
બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની લાલચ આપી ભુજના વેપારી સાથે રૂ.75 લાખની છેતરપિંડી આચરનાર બે શખ્સોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચેગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.52 લાખની રોકડ રકમ, એક કાર અને મોબાઈલ મળી કુલ રૂ.57.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ વર્ષ 2024 માં સસ્તું સોનું આપવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો. લાલચમાં આવીને ફરિયાદીએ અલગ-અલગ સમયે કુલ રૂ.75,00,000 આપ્યા હતા. જેની સામે આરોપીઓએ માત્ર ₹14 લાખની કિંમતના બે સોનાના બિસ્કીટ આપી બાકીના ₹61 લાખનું સોનું કે રકમ પરત ન કરી ઠગાઈ આચરી હતી. આ અંગે ભુજ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમટ શરૂ થયો હતો.બોર્ડર રેન્જ IG ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ SP વિકાસ સુંડાની સૂચનાથી LCBની ટીમે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે ભુજની ગાંધીનગરીમાં રહેતા આરોપીઓ અલ્તાફ હુશેન જત (નકલી નામ: રાહુલ સોની), રહે. ગાંધીનગરી, ભુજ. અને હાજી વલીમામદ કકલ, રહે. ગાંધીનગરી, ભુજ.ને પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી હાજી વલીમામદ કકલ અગાઉ પણ લેન્ડ ગ્રેબિંગ, હત્યાનો પ્રયાસ , લૂંટ અને છેતરપિંડી જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Read Original Article →