રાજસ્થાન અને દિલ્હી સુધીની યાત્રા સુગમ બનશે:કાલથી ભુજ-દિલ્હી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનનો આરંભ

Gujarat5/21/2026, 12:00:00 AM
ભુજથી દિલ્હી જનારા મુસાફરો માટે વધુ એક રેલ સેવાનો આરંભ કરવામાં આવશે. રેલવે મંત્રાલયે પ્રવાસીઓની માંગને ધ્યાનમાં રાખીને ભુજ અને દિલ્હી વચ્ચે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન (નં. 19403/19404) ને મંજૂરી આપી છે. આ ટ્રેન ભીલડી-જાલોર થઈને દિલ્હી પહોંચશે, જેનાથી કચ્છના પ્રવાસીઓ માટે રાજસ્થાન અને દિલ્હી સુધીનું અંતર કાપવું વધુ સુગમ બનશે. આ નવી ટ્રેન સેવાનો પ્રારંભ 22મેથી થશે. આ દિવસે ટ્રેન નંબર ભુજથી દિલ્હી માટે ખાસ ‘ ઇનૌગ્રલ રન ’ (પ્રથમ ફેરો) શરૂ કરવામાં આવશે. ત્યારબાદ 23 મેથી ભુજથી ટ્રેન નંબર 19403 અને 24 મેથી દિલ્હીથી ટ્રેન નંબર 19404 તેના નિયમિત સમયપત્રક મુજબ દરરોજ દોડવાનું શરૂ કરશે. નોલેજ યાત્રીગણ કૃપ્યા ધ્યાન દે ભીલડી-જાલોર થઈને ટ્રેન જશે : રાજસ્થાન અને દિલ્હી સુધીની યાત્રા સુગમ બનશે ભુજથી સવારે 11.15 ક્લાકે અને દિલ્હીથી બપોરે 16.40 કલાકે ઉપડશે ભુજથી દિલ્હી સુધીનું 1239 કિમીનું અંતર આ ટ્રેન દૈનિક ધોરણે કાપશે. ભુજથી આ ટ્રેન સવારે 11.15 ક્લાકે ઉપડશે અને અને દિલ્હી બીજા દિવસે બપોરે 11.45 કલાકે પહોંચાડશે. જ્યારે દિલ્હીથી બપોરે 16.40 કલાકે ઉપડશે અને ભુજ 19.35 ક્લાકે પહોંચશે. રેલવે તંત્ર દ્વારા આ ટ્રેનને સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા દોડાવવાનો નિર્ણય લેવાયો છે, જેથી મુસાફરી ઝડપી અને પર્યાવરણને અનુકૂળ રહેશે. ટિકિટ બુકિંગ અને સમયપત્રકની વધુ વિગતો માટે મુસાફરો રેલવેની અધિકૃત વેબસાઇટ કે એપનો ઉપયોગ કરી શકે છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની ઉપસ્થિતમાં ટ્રેન રવાના થશે હાલમાં ભુજ થી દિલ્હી માટે બરેલી અને સરાઈરોહિલ્લા ટ્રેન ઉપલબ્ધ છે. આ ત્રીજો વિકલ્પ પ્રવાસીઓને મળવા જઈ રહ્યો છે.જેનાથી દિલ્હી અને રાજસ્થાનના પ્રવાસીઓને ખૂબ ફાયદો થશે.ભુજ સ્ટેશને 22 તારીખે આ ટ્રેનને લીલીઝંડી આપવા માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સહિતના વરિષ્ઠ અધિકારીઓ આવવાના છે.આ દિવસે ઉદઘાટન કાર્યક્રમ હોવાથી ટ્રેન બપોરે 4.30 કલાકે રવાના થશે બીજા દિવસથી દૈનિક દોડશે. મહત્વનું છે કે, ભુજના રેલવે સ્ટેશનનું કામ હવે અંતિમ તબક્કામાં છે. સ્ટેશન શરૂ થયા બાદ મુંબઇની પણ વધુ એક ટ્રેન ભુજને મળવાની શક્યતા છે. હાલમાં ઉદ્યોગો અને આરઇ પાર્કના કારણે મોટી સંખ્યામાં કચ્છમાં લોકોની અવર જવર છે ત્યારે ટ્રેન પ્રવાસીઓ માટે ઉપયોગી સાબીત થશે. આ સ્ટેશનો પર મળશે સ્ટોપેજ ટ્રેન ભુજથી નીકળીને અંજાર, ગાંધીધામ અને ભચાઉ, ભીલડી, ધાનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોડરાન, જાલોર, મોકલસર, સામદરી, લુણી, પાલી મારવાડ, મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ અને ત્યારબાદ જયપુર, બાંડીકુર, અલવર, રેવારી થઈને દિલ્હી પહોંચશે. 18 કોચ સાથે અત્યાધુનિક મુસાફરી મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનમાં કુલ 18 LHB કોચની વ્યવસ્થા કરાઈ છે, જે સુરક્ષા અને આરામની દ્રષ્ટિએ આધુનિક ગણાય છે જેમાં ફર્સ્ટ એસીના એક, સેકન્ડ એસીના 3, સ્લીપર ક્લાસના 8, જનરલ ક્લાસના 4 અને બે ગાર્ડ અને લગેજ કોચ રહેશે.
Read Original Article →