ભાસ્કર એક્સક્લુઝિવ:PMના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનમાં હવે તિરંગો નહીં લહેરાય

Gujarat6/8/2026, 12:34:33 AM
ભાસ્કર એક્સક્લુઝિવ:PMના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવનમાં હવે તિરંગો નહીં લહેરાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અને 2001 ના વિનાશક ભૂકંપ બાદ કચ્છીઓની ખુમારી તેમજ દેશપ્રેમના પ્રતીક રૂપ ભુજના સ્મૃતિવન મેમોરિયલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભુજિયા ડુંગર પરના સ્મૃતિવન ખાતે શાનથી લહેરાતો વિશાળ તિરંગો હવે કાયમી ધોરણે ફરકાવવામાં આવશે નહીં. તંત્રના આ અણધાર્યા અને આઘાતજનક નિર્ણયથી અનેક લોકો ચોંકી ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજિયા ડુંગર પર ભૌગોલિક ઊંચાઈ વધુ હોવાથી પવનની ગતિ ખૂબ તેજ રહે છે. આ ભારે પવનના કારણે અહીં સ્થાપિત કરાયેલા વિશાળ રાષ્ટ્રધ્વજને વારંવાર નુકસાન પહોંચતું હતું. રાષ્ટ્રધ્વજ ખંડિત થાય તે તેની ગરિમા અને મર્યાદા વિરુદ્ધ છે. આ મામલે સ્મૃતિવનના સંચાલક મનોજ કુમાર પાંડેએ વાત સ્વીકારતા જણાવ્યું હતું કે, “વારંવાર ભારે પવનના કારણે તિરંગાને નુકસાન થતું હોવાથી આ બાબતની જાણ ઉપલી કક્ષાએ કરવામાં આવી હતી. હવે ઉચ્ચ કક્ષાએથી આવેલી નવી ગાઈડલાઈન મુજબ, અહીં કાયમી ધોરણે રાષ્ટ્રધ્વજ ન ફરકાવવાનો નિર્ણય લેવાયો છે. હવે માત્ર રાષ્ટ્રીય પર્વો (જેમ કે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી) તેમજ કોઈ મહાનુભાવોની મુલાકાત વખતે જ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.” ભારતીય ધ્વજ સંહિતા 2002નો નિયમ ભારતીય ધ્વજ સંહિતા, 2002 ની કલમ 2.2 મુજબ, રાષ્ટ્રધ્વજનું સન્માન અને ગરિમા જાળવવી એ દરેક નાગરિક અને તંત્રની સર્વોચ્ચ ફરજ છે. કોઈપણ સંજોગોમાં ફાટેલો, મેલો, કરચલીવાળો કે ખંડિત થયેલો તિરંગો ફરકાવી શકાય નહીં. ઊંચાઈ પર ફરકતા વિશાળ રાષ્ટ્રધ્વજ માટે પણ આ નિયમ અત્યંત કડક છે. જો ભારે પવન કે અન્ય કોઈ પણ કારણોસર ધ્વજને સહેજ પણ નુકસાન પહોંચે, તો તેને તાત્કાલિક અને સન્માનભેર નીચે ઉતારી લેવો જોઈએ. ખંડિત ધ્વજનો જાહેરમાં નિકાલ કરી શકાતો નથી, પરંતુ એકાંતમાં સંપૂર્ણ આદર અને પ્રોટોકોલ સાથે જ તેનો નિકાલ કરવો ફરજિયાત છે. રાષ્ટ્રધ્વજ હંમેશા અખંડ અને શાનદાર સ્થિતિમાં જ લહેરાતો હોવો જોઈએ. તોતિંગ એન્ટ્રી ફીના કારણે સામાન્ય લોકોમાં નારાજગી એક તરફ તિરંગા અંગેના આ નિર્ણયો ચર્ચામાં છે, તો બીજી તરફ સ્મૃતિવન તેની અત્યંત ઊંચી પ્રવેશ ફીને લઈને પણ સતત વિવાદનો સામનો કરી રહ્યું છે. ભૂકંપ પીડિતોની યાદમાં બનેલા આ સ્મારકમાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આટલી ભારે કિંમત ચૂકવીને મ્યુઝિયમની મુલાકાત લઈ શકે તેમ નથી. હાલમાં સ્મૃતિવનમાં વસૂલવામાં આવતી ફીનું માળખું નીચે મુજબ છે, જેનાથી લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
Read Original Article →