પ્રોજેક્ટ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીની મંજૂરીની રાહ:બોત્સ્વાનાથી બન્ની : ચિત્તાને કચ્છ લાવવા તૈયારી
ભારતના મહત્વાકાંક્ષી ચિત્તા પ્રોજેક્ટ અંતર્ગત હવે ગુજરાત પણ ભાગીદાર બનવા જઈ રહ્યું છે. પ્રથમ તબક્કા હેઠળ, મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી ચિત્તાઓને ટૂંક સમયમાં જ કચ્છ જિલ્લામાં આવેલા પ્રખ્યાત બન્ની ઘાસભૂમિ માં સ્થાનાંતરિત કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં આ પ્રોજેક્ટ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. પ્રોજેક્ટ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીની મંજૂરીની રાહ નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, બોત્સ્વાનાથી કુનો લાવવામાં આવેલા ચિત્તાઓમાંથી આશરે ત્રણ ચિત્તા, જેમાં બે માદા અને એક નર ચિત્તો સામેલ છે જેને ગુજરાત મોકલવામાં આવશે. આ ત્રણેય ચિત્તાઓને હાલમાં કુનો ખાતે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના વનવિભાગના વડા હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ જયપાલ સિંહે ભાસ્કરથી વાત કરતા જણાવ્યું કે, “ચિત્તાઓ કુનોથી જ બન્ની આવશે. કેટલા અને ક્યારે આવશે એ અંગે ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી”. આ વચ્ચે, ચિત્તાઓના આગમન માટે કચ્છમાં મોટાભાગની ઇકોસિસ્ટમ અને વસવાટની વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે માત્ર આખરી તબક્કાનું કામ બાકી છે. જોકે આગમનની કોઈ ચોક્કસ તારીખ અત્યારે જાહેર થઈ નથી , પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં ચિત્તાઓ ગુજરાતની ધરતી પર પગ મૂકશે. અંતિમ નિર્ણય NTCA દ્વારા લેવામાં આવશે. શા માટે ચિત્તાઓ માટે બન્ની ઘાસભૂમિ ઉત્તમ છે? કચ્છનું બન્ની ક્ષેત્ર પૂર્વ આફ્રિકાના સવાન્ના જેવા ઘાસવાળા મેદાનો જેવી ભૌગોલિક લાક્ષણિકતાઓ ધરાવે છે, જે ચિત્તાની પ્રજાતિ માટે કુદરતી રીતે સૌથી સાનુકૂળ માનવામાં આવે છે. ઐતિહાસિક રીતે પણ ગુજરાતમાં ચિત્તાઓનો લાંબો ઈતિહાસ રહ્યો છે. આ ભવ્ય વન્યજીવ વારસાને પુનર્જીવિત કરવા માટે આ પ્રોજેક્ટ ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ સાબિત થશે. ગીર જેવો અદ્યતન મેડિકલ સપોર્ટ અને રેસ્ક્યૂ ફેસિલિટી કરવા આયોજન ગુજરાત વન વિભાગ દ્વારા ગીર નેશનલ પાર્કની તર્જ પર જ કચ્છમાં પણ અદ્યતન મેડિકલ સપોર્ટ અને રેસ્ક્યૂ ફેસિલિટી ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચિત્તાઓને નવા વાતાવરણમાં અનુકૂળ થવા માટે ક્વોરેન્ટાઇન અને સોફ્ટ-રિલીઝ એન્ક્લોઝર્સ તૈયાર કરાયા છે. નામિબિયા, દક્ષિણ આફ્રિકા અને બોત્સ્વાના પિયરના ચિત્તા કચ્છ આવશે કેન્દ્ર સરકાર દ્વારા ફંડેડ આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે ૨૦ કરોડ રૂપિયા છે. આ રકમ હેઠળ બન્ની ખાતે કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર, વાડાઓનું નિર્માણ, ફેન્સિંગ, પશુચિકિત્સા સેવાઓ અને દેખરેખ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કુનો પાર્કમાંથી જે ચિત્તાઓને ગુજરાત લાવવાની દરખાસ્ત છે. પ્રથમ તબક્કા હેઠળ, મધ્યપ્રદેશથી ચિત્તાને ટૂંક સમયમાં બન્ની ઘાસભૂમિમાં સ્થાનાંતરિત કરાશે
Read Original Article →