ભુજ વોર્ડ નં. 7:મધ્યમ વર્ગના વોર્ડ નં 7માં સમસ્યા અંશતઃ ઉકેલાઈ
વોર્ડ નંબર સાતમાં સૌથી મોટી વસાહત વસી છે તે સંસ્કાર નગરને વર્ષોથી વરસાદી પાણી ભરાવાનો અને છેલ્લા થોડા વર્ષોથી કોલેજ રોડ ઉપરના શોરૂમ સહિતની ડ્રેનેજ લાઈન આ બાજુ ઉતારી દેવામાં આવતા ગંદા પાણીનો પ્રશ્ન રહ્યો છે. જોકે બે મહિના પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થા થઈ રહી છે પરંતુ તે જ્યારે સફળ થાય ત્યારે પરંતુ હાલ સંસ્કાર નગરના લોકો આ પ્રશ્નનો કાયમી ઉકેલ માંગે છે. બાકી અન્ય નાની-મોટી સોસાયટીઓ પાણીના વિતરણ અને માર્ગ માટે વારંવાર ફરિયાદ કરી ચૂકી છે નટવાસ અને કોડકી રોડ બાજુ માર્ગો નવા બને તેવું લોકો ઈચ્છે છે. મધ્યમ વર્ગનો આ વોર્ડ સામાન્ય રીતે સમસ્યાઓથી ઝઝૂમે છે પરંતુ રજૂઆત કરતો નથી. રખડતા ઢોરનો ત્રાસ બન્યો માથાનો દુખાવો, પાંજરે પુરવામાં પાલિકા નિષ્ફળ
રાવલવાડી રિલોકેશન, કૈલાશ નગર અને શક્તિ નગર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા છે અને અસ્થિભંગ જેવી ગંભીર ઇજાઓ પહોંચી છે. તંત્ર દ્વારા ઢોરોને પકડવાના પ્રયાસો થયા હોવા છતાં સંપૂર્ણ નિવારણ આવ્યું નથી. ખાસ કરીને હાઉસિંગ બોર્ડ મકાનો આસપાસ રહેતા અને અનધિકૃત બાંધકામના રહેવાસીઓમાંથી અનેક લોકોએ દુધાળા ઢોર પાળ્યા છે. દૂધ દોહીને રસ્તે રઝળતા મૂકી દે છે. કોડકી રોડ અંગે વધતી નારાજગી
મોટા ભાગના રીંગ રોડનું નવીનીકરણ થયા બાદ પણ કોડકી રોડ બાકી રહી ગયો છે. એરપોર્ટ રીંગરોડ પણ કરોડોના ખર્ચે મજબૂત બની રહ્યો છે ત્યારે આ વિસ્તારના રસ્તાઓ પ્રત્યે શા માટે ઉપેક્ષા કરવામાં આવે છે તેવો સવાલ અહીંના સ્થાનિકો પૂછે છે. આ વોર્ડના માર્ગોનું વર્ષોથી સમારકામ ન થતાં રસ્તાની હાલત બગડી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. વિસ્તાર : કોડકી રોડ, નટવાસ, રામ રહીમ સોસાયટી, ઉત્કર્ષ સોસાયટી, પૂનમ સોસાયટી, ગાયત્રી કોલોની, સંસ્કાર નગર, લીમડા લેન, પ્રસાદી પ્લોટ, સંયુક્તા સોસાયટી, સત્યમ સોસાયટી, એસ. ટી. કોલોની, કૈલાશ નગર, શક્તિ નગર, રાવલવાડી રિલોકેશનન સાઈટ મતદારોની સંખ્યા
Read Original Article →