કચ્છ જિલ્લામાં ચુંટણીનો જંગ હવે જામ્યો:3 દી’માં 1485 ફોર્મ ઉપડ્યા, ભાજપ-કોંગ્રેસ આજે ઉમેદવારો જાહેર કરશે

Gujarat4/9/2026, 1:36:04 AM
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 498 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાની પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં વિવિધ સ્તરે કુલ 1186 જેટલા ફોર્મનો ઉપાડ થયો છે. જ્યારે બુધવારે 6 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવીને પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે. આપ અને અપક્ષ ઉમેદવારોએ મેદાનમાં ઉતરી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે, જ્યારે મુખ્ય પક્ષો એવા ભાજપ અને કોંગ્રેસમાં હજુ મંથન ચાલી રહ્યું છે. આજે બંને પક્ષો દ્વારા મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ત્યારબાદ 10 અને 11 એપ્રિલના રોજ આ ઉમેદવારો પક્ષના મેન્ડેટ સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ગાંધીધામ મહાનગરપાલિકાની 52 બેઠક માટે 302 ઉમેદવરોએ ફોર્મ ઉપાડ્યા છે, જયારે કચ્છની 5 નગરપાલિકાઓની 172 બેઠકો માટે 574, કચ્છ જિલ્લા પંચાયતની 38 સીટ માટે 127 અને કચ્છની 9 તાલુકા પંચાયતોની 186 બેઠકો માટે 455 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ 500થી વધુ ફોર્મ ઉપાડ્યા છે. જયારે અન્ય ફોર્મ અન્ય પાર્ટીઓ થતા અપક્ષના ઉમેદવારોએ લીધા હોવાનું સામે આવ્યું છે. કચ્છ જિલ્લામાં ચુંટણીનો જંગ હવે જામ્યો મનપા અને જિલ્લા-તાલુકાની 448 બેઠક માટે જંગ
Read Original Article →