રોડોના સાધનો છતાં ક્ષતિ સુધરતી નથી:મેનેજમેન્ટ અભાવ : કુકમા ટોલગેટ પર ગાડીની કતારો અને બબાલ રોજિંદા બન્યા
ભુજ અંજાર નેશનલ હાઇવે પર કુકમા પાસેના ટોલગેટ પર ‘45 સેકન્ડમાં ક્લિયરન્સ’નો દાવો હાલ માત્ર કાગળો સુધી જ સીમિત દેખાઈ રહ્યો છે. રેલવે ઓવરબ્રિજ સહિતના અધૂરા માર્ગ કામ, ડાયવર્ઝન અને ગેરવ્યવસ્થિત ટ્રાફિક મેનેજમેન્ટના કારણે વાહનચાલકોને ટોલ પસાર કરવામાં હજુ પણ 8થી 15 મિનિટ જેટલો સમય લાગે છે. ખાસ કરીને ભારે વાહનો અને લાંબા રૂટના ટ્રકોની લાઈનોને કારણે ટોલપ્લાઝા પર દૈનિક બબાલ સર્જાય છે. કેન્દ્ર સરકાર દ્વારા FASTAG અને AI આધારિત સિસ્ટમથી ટોલ પર સમય ઘટાડવાના દાવા થયા હતા, પરંતુ કુકમા ટોલગેટ પર હકીકત સંપૂર્ણ વિપરીત જોવા મળી રહી છે. પ્રશ્ન એ ઊભો થયો છે કે જો કરોડો રૂપિયાના કેમેરા, સેન્સર, સ્કેનર અને સ્માર્ટ સિસ્ટમ ખરીદાઈ છે તો પછી સામાન્ય વાહનચાલકોને તેનો લાભ કેમ મળતો નથી?ઇક્વિપમેન્ટ ખરીદીમાં પારદર્શકતા રાખવામાં આવી હતી કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ તેવી જાગૃત લોકો ઈચ્છે છે. આ અંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે, નેશનલ હાઈવે ઓથોરિટી અને એજન્સી સાથે વાત કરીને જાણીશ કે કેમ સમસ્યા હલ નથી થઈ. હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકાર અને નેશનલ હાઇવે ઓથોરિટી માત્ર જાહેરાતો સુધી મર્યાદિત રહેશે કે વાસ્તવમાં ટોલ પર રાહત માટે જવાબદારી નક્કી કરશે? પંદર મિનિટ સુધીનો બગાડ, કરોડોના સાધનો છતાં ક્ષતિ સુધરતી નથી વાહનોને મેન્યુઅલ સ્કેન કરાય છે કુકમા ટોલગેટ પર જ્યારથી ટેક્સ વસૂલવા માટેના સ્કેનર અને બેરીકેડ મુકાયા છે ત્યારથી મોટાભાગના વાહનોને સ્કેન કરવામાં સમય જતા સ્થાનિકે હાજર સ્ટાફ દ્વારા મેન્યુઅલ સ્કેનિંગ કરવામાં આવે છે. આ સમય બગડે છે ત્યાં સુધી ગાડીની પાછળ કતારો લાગી જાય છે. ઊભેલી ગાડીઓમાંથી અનેક વાહનોની આ જ તકલીફ દૈનિક રહેતા કતાર 10–10 મિનિટ સુધીની લાગે છે અને વાહન ચાલકો અકળાઈ હતા દરરોજ નાની મોટી બબાલ સર્જાય છે. તકનિકી ખામી શા માટે દૂર નથી થતી તે એક પ્રશ્ન છે.
Read Original Article →