ઓવરલોડ અને ગેરકાયદે ખનિજ સામે તંત્રની કાર્યવાહી જારી:હવે નલિયા અને નખત્રાણામાં પ્રાંત અધિકારીએ ખનીજ ભરેલી ગાડી પકડી

Gujarat6/9/2026, 12:30:20 AM
ઓવરલોડ અને ગેરકાયદે ખનિજ સામે તંત્રની કાર્યવાહી જારી:હવે નલિયા અને નખત્રાણામાં પ્રાંત અધિકારીએ ખનીજ ભરેલી ગાડી પકડી
પશ્ચિમ કચ્છમાં ઓવરલોડ અને ગેરકાયદે ખનીજ પરિવહનની વ્યાપક ફરિયાદો સામે આવી રહી છે. દૂષણ અટકાવવા માટે ખનીજ વિભાગ અને આરટીઓ દ્વારા નક્કર કાર્યવાહી ન કરાતા હવે મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અબડાસા નાયબ કલેક્ટર ચેતન પ્રજાપતિ દ્વારા નલિયામાં વીર અબડાદાદા ચાર રસ્તા પાસે સવારે આશરે 11:30 કલાકે ચેકિંગ દરમિયાન ડમ્પર ટ્રક નં. GJ-19-X-9091ને અટકાવી તેની રોયલ્ટી પરમીટ અને વજનકાંટાની વિગતોની તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન ટ્રકમાં 9.3 મેટ્રિક ટન બ્લેકટ્રેપ ખનીજ વધુ ભરેલું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ મામલતદાર અબડાસા એ.આર. નિનામા અને તેમની ટીમને જપ્તીની કાર્યવાહી માટે જવાબદારી સોંપાઈ હતી. કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ10 લાખનો ટ્રક તથા 10,553ના ખનીજ સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. જપ્ત કરાયેલ ટ્રકનો કબ્જો આગળની કાર્યવાહી માટે નલીયા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે. દરમિયાન નખત્રાણાના પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે સોમવારે સાંજે રામેશ્વર મંદિર પાસે રેતી ભરેલા ડમ્પર નંબર જીજે 12 સીટી 6248ને અટકાવી ચાલક પાસે રોયલ્ટી માંગતા મળી આવી ન હતી. 37.75 મેટ્રીક ટન રેતીનું રોયલ્ટી વિના પરિવહન થતું હોવાથી નખત્રાણા મામલતદાર આર. ડી. પટેલ દ્વારા વાહન સીઝ કરી નખત્રાણા પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યું છે. ખનીજ સહિત 42.88 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે કોટડા જડોદર અને હાજાપર પાસે પણ મહેસુલ વિભાગ દ્વારા ઓવરલોડ ખનીજ ભરેલી ચાર ગાડીઓ પકડવામાં આવી હતી. પશ્ચિમ કચ્છમાં ખનીજ ચોરી અને ઓવરલોડ પરિવહન વધ્યું છે અને જવાબદાર એવા ખાણખનીજ અને આરટીઓ વિભાગ હજુ સક્રિય થયા નથી. ટ્રકમાં 9.3 મેટ્રિક ટન બ્લેકટ્રેપ ખનીજ વધુ ભરેલું હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ મામલતદાર અબડાસા એ.આર. નિનામા અને તેમની ટીમને જપ્તીની કાર્યવાહી માટે જવાબદારી સોંપાઈ હતી. કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ10 લાખનો ટ્રક તથા 10,553ના ખનીજ સહિતનો મુદ્દામાલ સીઝ કરાયો હતો. જપ્ત કરાયેલ ટ્રકનો કબ્જો આગળની કાર્યવાહી માટે નલીયા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે. દરમિયાન નખત્રાણાના પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે સોમવારે સાંજે રામેશ્વર મંદિર પાસે રેતી ભરેલા ડમ્પર નંબર જીજે 12 સીટી 6248ને અટકાવી ચાલક પાસે રોયલ્ટી માંગતા મળી આવી ન હતી. 37.75 મેટ્રીક ટન રેતીનું રોયલ્ટી વિના પરિવહન થતું હોવાથી નખત્રાણા મામલતદાર આર. ડી. પટેલ દ્વારા વાહન સીઝ કરી નખત્રાણા પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યું છે. ખનીજ સહિત 42.88 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે કોટડા જડોદર અને હાજાપર પાસે પણ મહેસુલ વિભાગ દ્વારા ઓવરલોડ ખનીજ ભરેલી ચાર ગાડીઓ પકડવામાં આવી હતી. પશ્ચિમ કચ્છમાં ખનીજ ચોરી અને ઓવરલોડ પરિવહન વધ્યું છે અને જવાબદાર એવા ખાણખનીજ અને આરટીઓ વિભાગ હજુ સક્રિય થયા નથી.
Read Original Article →