દાતાઓ દ્વારા સહકાર મળ્યો:રુદ્રાણી જાગીર મધ્યે દશનામ હિતરક્ષક (ઉત્કર્ષ) મંડળ - કચ્છ દ્વારા નિઃશુલ્ક સમૂહલગ્ન યોજાયા
રુદ્રાણી જાગીર મધ્યે દશનામ હિતરક્ષક (ઉત્કર્ષ) મંડળ - કચ્છ દ્વારા નિઃશુલ્ક સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં ત્રણ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે મહંત લાલગિરિ બાપુ રુદ્રાણી જાગીર, મહંત ધનંજયગિરિ બાપુ ધનંજય આશ્રમ ભુજ, લક્ષ્મણગિરિ હબાય જાગીર, દાતાઓ અને હિતરક્ષક મંડળના અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરી શિવ વંદના કરી હતી. મંડળના ચેરમેન માવજીભાઈ પી. ગુંસાઈએ સૌને આવકારતા મંડળ દ્વારા અગાઉ 16 કન્યાના નિઃશુલ્ક લગન કરાયા સહિત અન્ય સામાજિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપ્યો હતો. આ પ્રસંગે સંતોના સન્માન કરાયા હતા. રુદ્રાણી જાગીર તરફથી ચા, નાસ્તો, ઠંડા પીણાની વ્યવસ્થા સાથે જાગીર સ્ટાફનો સહકાર મળ્યો હતો. સ્વ. ભુપેન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડ વડવા કાયા હાલે ભુજ, વિનોદભાઈ પુરુષોત્તમભાઈ સોલંકી સમાજરત્ન ગુર્જર ક્ષત્રિય સમાજ માધાપર, જિ. પં. સભ્યો રાજેશભાઈ મમુભાઈ આહીર દ્વારા કન્યાઓને દાયજાની કીટ અપાઈ હતી. ઉપરાંત નરેન્દ્ર કાનજીભાઈ આહીર, રાજેશગિરિ મનહરગિરિ, ઉમેશગિરિ ગવરીગિરિ, કુંવરગિરિ મીઠુગિરિ, માધાપર દશનામ મહિલા મંડળ, નેહાબેન, કવિતાબેન, હીનાબેન જગદીશગિરિ, હિરેનગિરિ ભીમગિરિ, શિવભક્ત તેમજ દાદામંગલગિરિ દ્વારા વિવિધ ભેટો અપાઈ હતી. રમેશગિરિ પુરણગિરિ, દેવગિરિ, સતીશગિરિ, લાલગિરિ, ભોપા અતુલગિરિ, નારણપર દશનામ ગોસ્વામી સમાજ પ્રમુખ ઈશ્વરગિરિ નિર્મળગિરિ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન વેલગિરિ રતનગિરિ ગુસાંઈ અને આભારવિધિ મહામંત્રી રાહુલગિરિ સુભાષગિરિએ કરીહતી. ત્રણ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા : વિવિધ દાતાઓ દ્વારા સહકાર મળ્યો, સંતોનું સન્માન
Read Original Article →