કચ્છના ખેડૂતોને આ ચોમાસે રાહત:આગામી સિઝનથી ખાતર માટે ફાર્મર ID ફરજિયાત

Gujarat5/25/2026, 12:04:30 AM
સરકાર દ્વારા રાસાયણિક ખાતરના વિતરણને વધુ પારદર્શક બનાવવા માટે હવે ‘ફાર્મર આઈકાર્ડ’ ફરજિયાત કરવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. જોકે, કચ્છ જિલ્લાના ખેડૂતોને ચાલુ ચોમાસુ સિઝન પૂરતી આ નિયમમાંથી મુક્તિ અપાઇ છે. જિલ્લા વિસ્તરણ અધિકારી કે. પી. પટેલના જણાવ્યા અનુસાર, હાલ નવસારી અને હિંમતનગરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ વ્યવસ્થા શરૂ કરાઈ છે. આ ચોમાસા દરમિયાન ત્યાંના પરિણામોનું નિરીક્ષણ કર્યા બાદ, આગામી સિઝનથી સમગ્ર કચ્છ સહિત રાજ્યભરમાં આ પ્રોજેક્ટ એકસાથે લાગુ કરાશે. કચ્છમાં હાલ અંદાજે 1.90 લાખ જેટલા ખેડૂતોના ફાર્મર આઈકાર્ડ બની ચૂક્યા છે, જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લે છે. પરંતુ જેઓ આ યોજનાનો લાભ નથી લેતા, તેમના કાર્ડ હજુ બાકી છે. આવા ખેડૂતો VCE પાસે જઈને વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લે તેવી અપીલ કરાઇ છે. રાસાયણિક ખાતર માટે ફાર્મર આઈકાર્ડ શા માટે જરૂરી? રાસાયણિક ખાતર મેળવવા માટે ફાર્મર આઈકાર્ડ જરૂરી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાતરના કાળાબજાર અને બિન-ખેતીવાડી હેતુઓ માટે થતો તેનો દુરુપયોગ રોકવાનો છે. ઘણીવાર સબસિડી વાળું રાસાયણિક ખાતર (જેમ કે યુરિયા) ઉદ્યોગોમાં ડાયવર્ટ થઈ જતું હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. ફાર્મર આઈકાર્ડ સીધું જ ખેડૂતની જમીનના રેકોર્ડ (સાત-બાર અને આઠ-અ ના ઉતારા) સાથે લિંક હોવાથી, જે તે ખેડૂતને તેની જમીન અને પાકની જરૂરિયાત મુજબ જ ખાતરનો જથ્થો નિયત માત્રામાં મળશે. આ વ્યવસ્થાથી વચેટિયાઓની ભૂમિકા ખતમ થશે અને માત્ર સાચા જમીનધારક ખેડૂતો સુધી જ સબસિડીનો સીધો લાભ પહોંચાડી શકાશે. ભાસ્કર નોલેજ ખાતરના વિતરણને વધુ પારદર્શક બનાવવા માટે સરકારનું આયોજન ખેડૂત આઈડી કાર્ડ બનાવવાની સરળ ઓનલાઇન પ્રક્રિયા ઓનલાઇન ખેડૂત આઈ કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજ (7 /12, 8-અ), બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તૈયાર રાખીને આઈ-ખેડૂત (i-Khedut) અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવું. ત્યાં ‘Farmer Registration’ પર ક્લિક કરી, મોબાઈલ નંબર અને આધાર OTP દ્વારા e-KYC વેરિફિકેશન પૂર્ણ કર્યા બાદ ફોર્મમાં ખેડૂતની વ્યક્તિગત માહિતી, બેંક વિગતો તેમજ જમીનના સર્વે નંબરની સચોટ વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી સબમિટ કરવી, જેથી સ્થાનિક વેરિફિકેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થતાં જ તમારું ડિજિટલ ફાર્મર આઈડી કાર્ડ જનરેટ થઈ જશે જેને તમે ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો (અથવા આ સમગ્ર પ્રક્રિયા ગ્રામ પંચાયતમાં VCE કે નજીકના CSC સેન્ટર પર જઈને પણ કરાવી શકાય છે). ઈનસાઈડ ફાર્મર આઈકાર્ડથી ખેડૂતોને ફાયદા ખાતરની કૃત્રિમ અછતમાંથી મુક્તિ મડી શકે છે. કાળાબજાર બંધ થવાના કારણે સીઝન સમયે ખેડૂતોને ખાતર માટે લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે અને પૂરતો જથ્થો સરળતાથી મળી રહેશે. ફાર્મર આઈકાર્ડ એક યુનિક આઈડી હોવાથી ભવિષ્યમાં બિયારણ, ધિરાણ કે સબસિડી મેળવવા માટે વારંવાર કાગળો જમા કરાવવાની માથાકૂટમાંથી મુક્તિ મળશે.દરેક ખેડૂત પોતાની પાત્રતા મુજબનો હક વચેટિયાઓ વગર સીધો મેળવી શકશે. કચ્છના ખેડૂતોને આ ચોમાસે રાહત } અત્યાર સુધીમાં જિલ્લાના 1.90 લાખ ખેડૂતોના આઇડી કાર્ડ બન્યા
Read Original Article →