ભાસ્કર એક્સક્લુસિવ‎:MI-KKRના બેટ્સમેનોને હંફાવતો રાપરનો નેટ બોલર

Gujarat4/5/2026, 12:00:00 AM
ભાસ્કર એક્સક્લુસિવ‎:MI-KKRના બેટ્સમેનોને હંફાવતો રાપરનો નેટ બોલર
આઈપીએલની વર્તમાન સીઝનનો ફીવર આખા દેશમાં માથે ચડીને બોલી રહ્યો છે, ત્યારે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં એક કચ્છી યુવાનની આંગળીઓના જાદુએ સૌના ધ્યાન ખેંચ્યા છે. વાગડના રાપર તાલુકાના નાના એવા રામવાવ ગામનો 26 વર્ષીય યુવાન મોહન આહીર અત્યારે મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી દિગ્ગજ ટીમોના બેટ્સમેનોને પોતાની લેગ સ્પિન બોલિંગ પર હંફાવી રહ્યો છે. મોહન આહીરની પ્રતિભાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે વર્ષ 2024 માં સૌપ્રથમવાર ચેન્નાઈ સુપર કિંગ્સમાં નેટ બોલર તરીકે પસંદ થયો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તે સતત IPL ટીમોના ડગઆઉટમાં સામેલ થઈને આ વર્ષે મુંબઈ અને કોલકાતાના હાર્ડ હિટર બેટ્સમેનોને નેટ પ્રેક્ટિસ કરાવી રહ્યો છે. દિગ્ગજ ખેલાડી પણ મોહનની હાથની કરામત અને બોલ પરના નિયંત્રણને જોઈને પ્રભાવિત થયા છે. નાના ગામડામાંથી નીકળીને વાનખેડે સુધી પહોંચેલી મોહનની આ સફર દરેક કચ્છી યુવાન માટે પ્રેરણારૂપ છે. મોહનનો સંઘર્ષ અને સિદ્ધિનો સંગમ એક સાધારણ પરિવારમાંથી આવતા મોહનના પિતા રામવાવમાં નાની દુકાન ચલાવે છે, જ્યારે તેના મોટાભાઈ મુંબઈમાં સીએ તરીકે કાર્યરત છે. નાનપણથી જ ક્રિકેટ પ્રત્યેના લગાવ અને મક્કમ નિર્ધારને કારણે મોહન આજે આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ સામે બોલિંગ કરી રહ્યો છે. આ દરમ્યાન જસપ્રીત બુમરાહે સૂઝ પણ ગીફ્ટ કર્યા છે. કોરોનામાં તેની પસંદગી બિહાર રણજી ટ્રોફી ટીમમાં થઈ હતી, પરંતુ તે સીઝન મુલતવી રહી હતી. તેમ છતાં હિંમત હાર્યા વગર તેણે ૨૦૨૨-૨૩ની સીઝનમાં બિહાર ડિસ્ટ્રિક્ટ મેચોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. યુકેની સફર-ટીમ ઇન્ડિયાનું લક્ષ્ય હાલમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) તરફથી લીગ મેચો રમી રહેલો મોહન ટૂંક સમયમાં યુનાઇટેડ કિંગડમ (UK)ની ક્લબ તરફથી ક્રિકેટ રમવા રવાના થવાનો છે. ભારતીય ટીમમાં અત્યારે ક્વોલિટી લેગ સ્પિનર્સ બહુ ઓછા છે, ત્યારે મોહન આહીર જેવો ટેલેન્ટેડ ખેલાડીનું લક્ષ્ય IPLની ટીમમાં સ્થાન મેળવીને ટીમ ઇન્ડિયાની બ્લૂ જર્સી પહેરવાનો છે. ટીમ ઈન્ડિયાની બ્લૂ જર્સી પહેરવાનું પ્રથમ લક્ષ્ય- મોહન કરશનભાઈ આહિર, ક્રિકેટર (લેગ સ્પિનર) તમારા ફેવરિટ લેફટી સ્પિનર કોણ? મારા મનપસંદ લેગ સ્પિનર તો શેન વોર્ન છે. તેમનું નિયંત્રણ, વિવિધતા અને બેટ્સમેનને મુંઝવણમાં મૂકવાની કળા મને ખૂબ જ પ્રેરણા આપે છે. પ્રેક્ટિસ સમયે કોઈ મહાન ખેલાડી વિશેષ ટીપ્સ મળી? MI, CSK અને KKR જેવી ટીમ સાથે છેલ્લા ૩ વર્ષમાં ખુબ સારો અનુભવ મળ્યો છે. ત્યાં વરિષ્ઠ ખેલાડીઓ અને કોચ પાસેથી મહત્વની બાબતો શીખવા મળી, જેમ કે બોલની લાઈન લેન્થ જાળવવી, બેસ્ટમેનને સેટઅપ કરવો અને કોન્ફીડંસ સાથે બોલિંગ કરવી. હવે T20માં 250 રન થાય છે, ત્યારે સ્પિન બોલર બનવાનો નિર્ણય કેમ? લેગ સ્પિનર તરીકે મિડલ ઓવર્સમાં વિકેટ લેવી અને ગેમ ચેન્કજ કરવીએ મોટો રોલ છે. મને બેસ્ટમેનને આઉટ કરવાનું ચેલેન્જ ગમે છે, એટલે મેં લેગ સ્પીનર બનવાનું પસંદ કર્યું મહાન ખેલાડીઓ પાસેથી શીખવા જેવી બાબતો સચિન તેંડુલકર સર પાસેથી ડેડીકેશન અને ડીસીપ્લીન શીખવા જેવું છે. બોલર્સમાં શેન વોર્ન અને રશીદ ખાન પાસેથી વેરીએશન, માઈન્ડસેટ અને મેચ વિનિંગ એપ્રોચ શીખવા જેવું છે.
Read Original Article →