ડીઝલ વિતરણમાં આંશિક સુધારો, છતાં 50% અસર:કંડલા પોર્ટ પર બલ્ક વેસલમાં 8-10 દિવસનું વેઇટિંગ

Gujarat5/24/2026, 12:03:02 AM
ડીઝલ વિતરણમાં આંશિક સુધારો, છતાં 50% અસર:કંડલા પોર્ટ પર બલ્ક વેસલમાં 8-10 દિવસનું વેઇટિંગ
કચ્છમાં ડીઝલની અછત હવે માત્ર ટ્રાન્સપોર્ટ પૂરતી સીમિત નથી રહી, પરંતુ દેશના વિદેશી હૂંડિયામણ ડોલર ને સીધો ફટકો પહોંચાડી રહી છે. કંડલા દીનદયાળ પોર્ટ પર ઇંધણ કટોકટીના કારણે નિકાસની આખી સપ્લાય ચેઇન પર મોટી અસર થઇ રહી છે, હાલમાં પોર્ટ અને આઉટર એન્કરેજ પર બલ્ક વેસલમાં 8 થી 10 દિવસથી વેઇટિંગમાં છે. બીજી તરફ માલવાહક હજારો ટ્રકોના પૈડાં થંભી જતાં નિકાસકારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પોર્ટ પર ઘઉં, ચોખા, ખાંડ અને સોયા મીલ (ખોળ) જેવી ખેતપેદાશો, ઔદ્યોગિક વપરાશનું મીઠું, બેન્ટોનાઈટ, બોક્સાઈટ, સિમેન્ટ અને ક્લિન્કર જેવા ખનિજ પદાર્થો, તેમજ ખાતર, સ્ટીલની વિવિધ પેદાશો જેમાં પાઇપ્સ અને સળિયા તેમજ લિક્વિડ કેમિકલ્સ માટેના બલ્ક વેસલ અડધા ભરાયેલા જ ઊભા રહી જાય છે. જો જહાજ 8-10 દિવસ લાંબુ ઊભું રહે તો નિકાસકારને રોજના લાખો રૂપિયાનો ‘ડેમરેજ ચાર્જ’ ચૂકવવો પડે છે. વળી, ડીઝલ વિના સમયસર કન્ટેઇનર ન પહોંચતા જહાજો માલ લીધા વિના જ રવાના થઈ રહ્યા છે, જેથી ‘ડેડ ફ્રેઇટ’ (ખાલી જહાજનું ભાડું) લાગતાં કંપનીઓને કરોડોનો સીધો આર્થિક ફટકો પડી રહ્યો છે. ડીઝલથી લઈને ડોલર સુધીનું નુકસાન આ માત્ર ડીઝલની અછતનો મુદ્દો નથી, પણ દેશના વિદેશી હૂંડિયામણનો પ્રશ્ન છે. પોર્ટ પરથી માલ સમયસર એક્સપોર્ટ ન થતાં વિદેશી બાયર્સ ઓર્ડર કેન્સલ થવાના કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતીય સપ્લાયર્સની વર્ષોની શાખ ખરાબ થઈ શકે છે. ટ્રકોની રફતાર ઘટતા વેસલનું વેઇટિંગ વધ્યું ઇંધણ પૂરતું ન મળવાના અભાવે ટ્રકોની રફતાર ઘટી ગઈ છે, જેના પરિણામે પોર્ટ પર વેસલનું વેઇટિંગ 8 થી ૧૦ દિવસનું થઇ ગયું હોવાનું કચ્છ જિલ્લા ડમ્પર ઓનર વેલ્ફર એસોસિએશનના પ્રમુખ શિવજીભાઈ આહિરે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું કે કચ્છમાં ડીઝલ કટોકટીના કારણે ટ્રાન્સપોર્ટ અને ડમ્પર વ્યવસાયને સૌથી મોટો ફટકો પડ્યો છે. તંત્રના પ્રયાસો છતાં જમીની સ્તર પર હજુ પણ સ્થિતિમાં કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી. પેટ્રોલ પંપો પર સતત ચારથી પાંચ કલાક સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની નોબત આવી છે. આટલી લાંબી પ્રતીક્ષા બાદ પણ પંપ પરથી માંડ 50 થી 100 લીટર જેટલું જ ડીઝલ આપવામાં આવે છે. તો ચાર કલાક લાઈનમાં વાહન ધીમે-ધીમે આગળ વધારવામાં 10 લીટર જેટલું ડીઝલ તો ત્યાં જ બળી જાય છે. માલવાહક હજારો ટ્રકોના પૈડાં થંભી જતાં નિકાસકારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે પોર્ટ પર સ્થિતિ સામાન્ય: ડીપીટી પીઆરઓ વેસલમાં 8-10 દિવસના વેઇટિંગ બાબતે કંડલા દિન દયાળ પોર્ટના પીઆરઓ ઓમ પ્રકાશ દદલાણીએ જણાવ્યું હતું કે પોર્ટ પર કોઈ જાતનું બલ્ક વેસલમાં વેઇટિંગ નથી. પોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલી રહી છે. સમગ્ર દેશમાં કડલા પોર્ટના રેટ ઓછા હોવાના કારણે અહી અન્ય પોર્ટની સરખામણીએ વધુ જહાજો આવતા હોય છે. એટલે જે સામાન્ય વેઇટિંગ હોય છે તે જ છે. ડીઝલની અછતથી નિકાસકારો પર ‘ડેમરેજ’ અને ‘ડેડ ફ્રેઇટ’નો બોજ વધ્યો : હજારો ટ્રકોનૈ પૈડાં થંભી જતાં નિકાસકારોને ભારે નુકશાન ડીઝલની તંગીના કારણે સમયસર કન્ટેઇનર ન પહોંચતા જહાજો માલ લીધા વિના જ થઇ રહ્યા છે રવાના ગ્રાઉન્ડ રિપોર્ટ ડીઝલ વિતરણમાં આંશિક સુધારો, છતાં 50% અસર: ચેમ્બર આ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, 1 જૂનથી વિવિધ ટ્રાન્સપોર્ટરો દ્વારા અપાયેલા અલ્ટિમેટમના પગલે ઇંધણ વિતરણમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે. અગાઉ પંપો પર જે માત્ર 50 લીટર ડીઝલ અપાતું હતું, તેની જગ્યાએ હવે અમુક સ્થળોએ 100 થી 150 લીટર જેટલો જથ્થો મળી રહ્યો છે. જોકે, આ આંશિક રાહત વચ્ચે પણ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે આકરો અને મુશ્કેલીનો સમય હજુ યથાવત છે. પૂરતા ઇંધણના અભાવે હાલમાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના વ્યવસાય પર 50 ટકા જેટલી સીધી અસર પડી છે અને ધંધો અડધો થઈ ગયો છે. ડીઝલ મેળવવા માટે વાહનચાલકોને હજુ પણ દિવસમાં બે-બે વખત લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. શ્રમિકો અને ડ્રાઈવરોની કફોડી સ્થિતિ હાઇવે પર હજારો ટ્રકો અટવાઈ જવાના કારણે અન્ય રાજ્યોમાંથી આવેલા ડ્રાઈવરો હાઇવે પર અટવાયા છે. જ્યારે પોર્ટ પર માલ જ ન આવતો હોવાથી લોડિંગ-અનલોડિંગ પર નભતા હજારો મજૂરો કામ વિના બેકાર બન્યા છે.
Read Original Article →