ભુજ બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું:સમસ્ત બ્રહ્મ સમાજના 201 વડીલો અધિક માસ મહાસ્નાનની ધાર્મિક યાત્રામાં જોડાયા
માંડવીના દરિયાકાંઠે ધ્રબુડી તીર્થધામ તથા રાવળપીર દાદા થાનકે સિનિયર સિટીઝન ક્લબ ભુજ બ્રહ્મ સમાજ દ્વારા પવિત્ર સ્નાન અને સમૂહ પ્રસાદનું આયોજન કરાયું હતું. તીર્થના પ્રમુખ અરવિંદ ગોર અને ટ્રસ્ટી ભરત ગોર દ્વારા બ્રહ્મ સમાજના અગ્રણીઓ એચ. એલ. અજાણી ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ, દિપેશ શાસ્ત્રી પ્રમુખ જિલ્લા બ્રહ્મ સમાજ, અર્પણાબેન વ્યાસ જિલ્લા મહિલા પ્રમુખ, અગ્રણીઓ અતુલ દવે, સોનલબેન, રમેશભાઈ દેવલાલી વાળા, વિનોદ ગોર, કનૈયાલાલ અબોટી, નરેન્દ્ર વ્યાસ, કિશોર એચ. અજાણી, કાંતિભાઈ ગોર, મોહનભાઈ, ઉમેશ આચાર્યને સન્માનવામાં આવ્યા અને તમામ વડીલોનું સ્વાગત કરાયું હતું. આ તબક્કે 201 વડીલો સમક્ષ અરવિંદ ગોર તથા ટ્રસ્ટી ભરત ગોર ધ્રબુડી તીર્થધામના વિકાસ તથા વહીવટ અને સંકુલ વિશેની માહિતી આપી હતી. નવનિયુક્ત તા. પંચાયત સભ્ય કીર્તિ ગોરનું સન્માન કરાયું હતું. ભુજથી 201 વડીલોની યાત્રાના આયોજનમાં વ્યવસ્થાપક માટે ગીતાબેન જોશી અને તેમની ટીમના વૈશાલીબેન બાવા, વિનોદ ગોર, હીનાબેન તથા કામિનીબેન, ભાવિશાબેન તથા રાધિકાબેન તથા કાશ્મીરાબેને સેવાઓ આપી જ્યારે પ્રફુલ જોષી, અશ્વિન પંડ્યા, શરદ ઠાકર, જયંત જોષી અને મદન ભટ્ટે વાહન, ભોજન વ્યવસ્થા તથા ધાર્મિક કાર્યક્રમની જવાબદારી સંભાળી હતી. સિનિયર સિટીઝન ક્લબના 13મા મેળાવડાની યાત્રાથી વડીલોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ધ્રબુડીથી રાવળપીર, કાશી વિશ્વનાથ અને બીચ ઉપર વડીલોના પ્રવાસ બાદ રાવળપીર સમૂહ પ્રસાદ લઈ યાત્રા પૂર્ણ કરાઈ હતી. વ્યવસ્થા અને સન્માન સમારોહનું સંચાલન ગીતાબેન જોષી દ્વારા અને આભારવિધિ હીનાબેન ગોર તથા શરદ ઠાકરે કરી હતી. ધ્રબુડી અને રાવળ પીરમાં સિનિયર સિટીઝન ક્લબ ભુજ બ્રહ્મ સમાજ દ્વારા આયોજન કરાયું
Read Original Article →