મંડે પોઝિટીવ:ઓપરેશન મિલાપ : 34 પરિવારોના ચહેરા પર ફરી સ્મિત

Gujarat6/8/2026, 12:45:41 AM
પરિવારનો કોઈ સભ્ય અચાનક ગુમ થઈ જાય ત્યારે ઘરનું હાસ્ય, શાંતિ અને આશા બધું જ જાણે ખોવાઈ જાય છે. વર્ષો સુધી સ્વજનોની રાહ જોતા પરિવારો માટે દરેક દિવસ વેદના અને અનિશ્ચિતતાથી ભરેલો હોય છે. પરંતુ અંજાર પોલીસે હાથ ધરેલા ઓપરેશન મિલાપ દ્વારા આવા 34 પરિવારોના જીવનમાં ફરી ખુશીઓ પરત ફરી છે. અંજાર પોલીસે છેલ્લા એક મહિનાથી વિશેષ અભિયાન ચલાવી વર્ષ 2017થી 2026 દરમિયાન ગુમ થયેલા કુલ 34 મહિલા અને પુરુષોને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ કામગીરી માત્ર પોલીસની સફળતા નથી, પરંતુ વર્ષોથી પોતાના સ્વજનોની રાહ જોતા પરિવારો માટે આશા, લાગણી અને પુનર્મિલનની અનોખી ભેટ સમાન બની છે. પૂર્વ-કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એ. જાડેજા અને તેમની ટીમે આ અભિયાનને સફળ બનાવ્યું હતું. આ કામગીરી માટે અંજાર પોલીસના 14 અધિકારીઓ અને કર્મચારીઓ મહિના સુધી સતત મેદાનમાં રહ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ડેટા વિશ્લેષણ અને માનવીય સૂત્રોની મદદથી તપાસ આગળ વધારી હતી. માત્ર કચ્છ કે ગુજરાત પૂરતું જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ તપાસનો દોર ચલાવવામાં આવ્યો હતો. શોધખોળ દરમિયાન પોલીસની ટીમોએ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન તેમજ ગુજરાતના ધોરાજી, ડીસા, જુનાગઢ, રાજકોટ સહિતના વિવિધ વિસ્તારોમાં જઈ તપાસ હાથ ધરી હતી. સતત પ્રયાસોના પરિણામે વર્ષોથી ગુમ થયેલા લોકોના સુરાગ મળી આવ્યા અને તેમને શોધી કાઢવામાં સફળતા મળી. અંજાર પોલીસની આ કામગીરી દરમિયાન અનેક પરિવારો વર્ષો બાદ પોતાના સ્વજનોને મળ્યા હતા. કોઈ માતા-પિતાએ પોતાના સંતાનને ભેટ્યું, તો કોઈ ભાઈ-બહેન વર્ષો બાદ ફરી એકબીજાની સામે ઊભા રહ્યા. આવા ભાવુક પળોમાં પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ અને ચહેરા પરનું સ્મિત પોલીસની મહેનતની સાચી સફળતા સાબિત થઈ રહ્યા છે. પોલીસની સંવેદનશીલ કામગીરીને લોકોએ બિરદાવી હતી. યુપીમાં એક જ દિવસમાં બાળકીને શોધી લીધી અંજાર પોલીસને એક બાળકી ગુમ થયાની જાણ થતા પોલીસની ટીમ ઉત્તર પ્રદેશ રવાના થઈ હતી. ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે માત્ર એક જ દિવસમાં બાળકીનો પત્તો લગાવી તેને શોધી પરિવાર સાથે મિલન કરાવાયુ હતું. બાળકી પરિવારને મળતા સર્જાયેલા લાગણીસભર દ્રશ્યો પોલીસ માટે સૌથી મોટું સન્માન બની રહ્યા હતા. વર્ષવાર શોધાયેલા ગુમ વ્યક્તિ
Read Original Article →