વિરોધ બાદ સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર લગાવાયા:તો બીજી તરફ જનતા ઘર પાસે સ્માર્ટ મીટર મુદ્દે વિવાદ બાદ ફરી જૂના મીટર લગાવાયા
ભુજ | શહેરમાં જનતા ઘર પાસે શુક્રવારે સવારે વેપારીઓ પોતાની દુકાને પહોંચ્યા ત્યારે તેઓ સ્તબ્ધ રહી ગયા કારણકે દુકાનદારોના આક્ષેપ મુજબ, તેમની ગેરહાજરીમાં PGVCL દ્વારા કોઈ પણ સૂચના આપ્યા વગર જૂના મીટર કાઢીને સ્માર્ટ મીટર લગાવી દીધા હતા. વેપારીઓએ આ અંગે વિરોધ કર્યો હતો. એકતરફ વિભાગ કહે છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી, તો પછી વેપારીઓની જાણ બહાર મીટર કેમ બદલવામાં આવ્યા ? તેવો સવાલ ઉઠાવાયો હતો.વિરોધના કારણે પોલીસ પણ બોલાવાઇ હતી. વેપારીઓએ એક જ માંગ કરી હતી કે, અમને સ્માર્ટ મીટર જોઇતા નથી. ભારે વિવાદ વધ્યા બાદ સ્માર્ટ મીટર ઉતારી જુના મીટર લગાવાયા હતા. જેથી વેપારીઓની જીત થઇ હતી.
Read Original Article →