ચૂંટણીને લઈને તંત્ર દ્વારા જાહેરનામા બહાર પડાયા:કચ્છમાં ચૂંટણીને પગલે વિવિધ આદેશ જારી કરાયા

Gujarat4/7/2026, 1:28:46 AM
ચૂંટણીને લઈને તંત્ર દ્વારા જાહેરનામા બહાર પડાયા:કચ્છમાં ચૂંટણીને પગલે વિવિધ આદેશ જારી કરાયા
કચ્છમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તા. 26/4ના મતદાન યોજાશે. ચૂંટણીની કામગીરી તા.1/4થી તા.30/4 સુધી ચાલશે. કામગીરી દરમિયાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે તંત્ર દ્વારા જરૂરી જાહેરનામા બહાર પાડવામા આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ ઉમેદવારી પત્રો રજૂ કરતી વખતે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં પ્રત્‍યેક ઉમેદવાર દીઠ વધુમાં વધુ ત્રણ વાહનો પ્રવેશવાની અને કચેરીમાં ઉમેદવાર સહિત કુલ પાંચ વ્યક્તિઓ જ દાખલ થઈ શકશે. કોઈ કારણસર દરખાસ્ત મુકનારા બીજા મતદારોને પણ કચેરીમા દાખલ થવું જરૂરી થાય તો પહેલા ચાર મતદારો બહાર નીકળે પછી બીજા મતદારો અંદર પ્રવેશે એમ વારાફરતી મતદારો દાખલ થઈ શકશે. આચારસંહિતાના અમલ માટે આદેશ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે નિયંત્રણો ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે નિયત મંચ સિવાય લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી નહીં શકાયા. લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા પહેલા સક્ષમ અધિકારીની મંજૂરી મેળવવાની રહેશે. રાત્રિના 10થી સવારના 8 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે નહીં. ફરતા વાહન પર લાઉડ સ્પીકર વગાડવા માટે વાહનની મંજૂરી લેવાની રહેશે. કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેના અધિકારો એનાયત ચૂંટણી માટે નિમવામાં આવેલા મેજિસ્ટેરીયલ પાવર્સ જ ધરાવતા ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ તથા મદદનીશ ઝોનલ અધિકારીઓને જે વિસ્તાર માટે નિમણુંક કરવામાં આવી હોય તે વિસ્તાર માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધીના સમયગાળા માટે કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકેની નિમણુંક કરવામાં આવશે. 200 મીટર ત્રિજ્યામાં બૂથ ઉભા કરી શકાશે નહીં મતદાન મથકની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ બૂથ ઉભું કરી શકાશે નહીં. જ્યાં એક જ પ્રિમાઈસીસમાં એકથી વધુ મતદાન મથક ઉભા કરવામાં આવેલા હોય ત્યાં પણ આવા પ્રિમાઈસીસની 200 મીટરની ત્રિજ્યાના વિસ્તારની બહાર આવા મતદાન મથકોના જૂથ દીઠ એક જ બૂથ પ્રતિ ઉમેદવાર ઉભા કરી શકાશે. મતગણતરી મથક પાસે ચારથી વધુ વ્યક્તિને મનાઇ મતગણતરીના દિવસ તા. 28/4ના મતગણતરી કેન્દ્રની અંદર કે આસપાસ કે મત ગણતરી કેન્દ્રની આસપાસ કોર્ડન કરવામાં આવેલા વિસ્તારની અંદર કોઇપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇ જઇ શકશે નહી. તેમજ મતગણતરી મથકની 100 મીટર ત્રિજ્યા વિસ્તારમાં ચારથી વધુ એકઠી થઇ શકશે નહીં. ખાનગી કે જાહેર મિલ્કતના ઉપયોગ પર પ્રતિબંધૉ કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કટઆઉટ, હોર્ડીંગ્ઝ, તોરણો, ધ્વજ, પતાકા વગેરે કોઈપણ સરકારી મિલ્કત કે જાહેર ઈમારત પર મુકી શકશે નહીં. જે જાહેર સ્થળોને જાહેરાત, બીલ બોર્ડ અને હોર્ડીંગ્સ પ્રદર્શિત કરવા માટે નક્કી કરવામાં આવેલા હોય તેવા કિસ્સામાં રાજકીય પક્ષો અને ઉમેદવારોને ચૂંટણીને લગતી જાહેરાતો પ્રદર્શિત કરવા સુનિશ્ચિત કરવાનું રહેશે. સભા સરઘસની પરવાનગી લેવાની રહેશે ચૂંટણીને લઇને તા. 19/4 સુધી સમગ્ર કચ્છમાં વ્યક્તિઓની કોઈ મંડળી, સભા અને સરઘસ, પરવાનગી સિવાય ભરવા માટે મનાઈ ફરમાવાઇ છે. આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓ, સંસ્થાને ફરજ પર હોય તેવી ગૃહરક્ષકદળની વ્યક્તિઓને કોઈ લગ્ન પ્રસંગના વરઘોડાને, કોઈ સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં.
Read Original Article →