નારી શક્તિના દર્શન:‘નારી તું નારાયણી’નું સૂત્ર સાર્થક કરી મહિલાઓએ એકલા હાથે વિશાળ આયોજન પાર પાડ્યું

Gujarat6/8/2026, 12:47:16 AM
નારી શક્તિના દર્શન:‘નારી તું નારાયણી’નું સૂત્ર સાર્થક કરી મહિલાઓએ એકલા હાથે વિશાળ આયોજન પાર પાડ્યું
સમસ્ત જૈન સમાજ માધાપર વુમન વિંગ્સ દ્વારા માધાપરના યક્ષ મંદિરના પ્રાંગણમાં ‘ગ્રાન્ડ ફંડ ફેર 2026’નું આયોજન કરાયું હતું, જેમાં માધાપર, ભુજ અને વર્ધમાન નગર સહિતના વિસ્તારોમાંથી 3000 થી પણ વધુ સંખ્યામાં જૈન સમાજના લોકોએ જોડાયા હતા. મહિલાઓ દ્વારા આયોજિત ફેર જૈન સમાજની એકતા અને સંગઠનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો. કાર્યક્રમનો શુભારંભ મુખ્ય દાતા તારાચંદભાઈ છેડા પરિવારના હંસાબેન છેડા, સમસ્ત જૈન સમાજ માધાપરના પ્રમુખ હિતેશભાઈ ખંડોર અને વુમન વિંગ્સના કન્વીનર ભાવનાબેન મહેતાના હસ્તે રીબીન કાપીને કરાયો હતો. આ પ્રસંગે ઉપપ્રમુખ વસંતલાલ ભાભેરા, જગશીભાઈ મહેતા, મહામંત્રી સંજયભાઈ મહેતા, મંત્રીઓ સુરેશભાઈ મહેતા, પ્રકાશભાઇ શાહ, નિતીનભાઈ મહેતા, ખજાનચી મહેશભાઈ ખંડોર, કેતનભાઈ શાહ તથા વુમન વિંગ્સના અન્ય હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં જૈન સમાજની બહેનો દ્વારા ઊભા કરાયેલા વિવિધ ફૂડ અને આર્ટિફિશિયલ સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ઉપરાંત, ગેમ ઝોન, લાઈવ ઓરકેસ્ટ્રા, બાળકો માટે જમ્પિંગ, સેલ્ફી પોઇન્ટ અને ટેટુ જેવા મનોરંજનના સાધનોએ ભારે જમાવટ કરી હતી. VBC યુવક મંડળ દ્વારા ખાસ સ્ટેશનરીનો સ્ટોલ પણ રખાયો હતો. કાર્યક્રમમાં લકી ડ્રોનું આયોજન કરાયું હતું, જેમાં વોશિંગ મશીન, ઘરઘંટી અને સફારી બેગ જેવા આકર્ષક ઇનામો અપાયા હતા. લકી ડ્રોનું સંચાલન મંત્રી સુરેશભાઈ મહેતાએ કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી સંજયભાઈ મહેતાએ કર્યું હતું. આ પ્રસંગે સમસ્ત જૈન સમાજના અધ્યક્ષ હિતેશભાઈ ખંડોરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, માધાપર વુમન વિંગ્સ દ્વારા સમગ્ર કચ્છના જૈન સમાજ માટે આવું ભવ્ય આયોજન કરી જૈન સમાજની એકતાના દર્શન કરાવ્યા છે. “નારી તું નારાયણી” નું સૂત્ર સાર્થક કરી નારી ધારે તો સમાજનું દરેક કાર્ય એકલા હાથે કરી શકે છે, જે માધાપરની જૈન મહિલા શક્તિએ આજે પુરવાર કરી બતાવ્યું છે. દાતાઓનો સહયોગ મુખ્ય દાતા તરીકે તારાચંદભાઇ જગશીભાઈ છેડા પરિવાર, સહ-મુખ્ય દાતા તરીકે પ્રાણલાલ હંસરાજ શાહ પરિવાર અને બી.એમ.સી.બી. બેંક, ગેમઝોન દાતા તરીકે મીનાબેન મહેતાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત નિર્મળાબેન વોરા, નિરવભાઈ શાહ, ભારતીબેન શેઠ, ભરતભાઈ ગાંધી, સુરેશભાઈ મહેતા, ડૉ. બી. બી. મહેતા, પ્રકાશભાઈ શાહ, રાહુલભાઈ મહેતા, હિંમતલાલ ખંડોર, અરિહંત ગ્રુપ, લક્ષ્મીબેન મહેતા, કમળાબેન મહેતા, નેમચંદ મહેતા, વિમળાબેન ભાભેરા અને રોનિતભાઈ શાહ જેવા અનેક શ્રેષ્ઠીઓએ સહયોગી દાતા તરીકે યોગદાન આપ્યું હતું. મહાનુભાવોનું વિશેષ સન્માન સમારંભમાં હંસાબેન છેડા અને હિતેશભાઈ ખંડોરને પાઘડી અને શાલ ઓઢાડી સન્માનાયા હતા. મંચસ્થ મહાનુભાવો સર્વે સ્મિતભાઈ ઝવેરી (અધ્યક્ષ, જૈન સાત સંઘ ભુજ), કમલેશભાઈ સંઘવી (જૈન અગ્રણી), નરેશભાઈ શાહ અને ચીમનભાઈ ગમારા (ટ્રસ્ટીઓ, જખ બૌતેરા સંઘ), ભરતભાઈ મહેતા (ચેરમેન, લાયન્સ હોસ્પિટલ), મહેન્દ્રભાઈ મોરબીયા (ફાઉન્ડર ચેરમેન, BMCB), સપનભાઈ મહેતા, રાહુલભાઈ મહેતા, રોહિતભાઈ શાહ (સરપંચ, ભુજોડી વર્ધમાન નગર) અને ધીરેનભાઈ લાલન (પૂર્વ કાઉન્સિલર) નું સમસ્ત જૈન સમાજ અને વુમન વિંગ્સના હોદ્દેદારો દ્વારા શાલ અને બુકે અર્પણ કરી બહુમાન કરાયું હતું.
Read Original Article →