રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન ઉપલબ્ધ કરાવાઇ:આવક, જ્ઞાતિના દાખલા અને રેશનકાર્ડ જેવી સેવા આંગળીના ટેરવે મળશે

Gujarat5/22/2026, 12:00:00 AM
રાજ્ય સરકારે સુગમ ડિજિટલ ગુજરાત પહેલ અન્વયે નાગરિકોની રોજબરોજની જરૂરિયાતોને સ્પર્શતી વિવિધ વિભાગોની સેવાઓને digitalgujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન ઉપલબ્ધ કરાવી છે જેના પગલે હવે અરજદારોને આવક, જ્ઞાતિના દાખલા અને રેશનકાર્ડ જેવી સેવા આંગળીના ટેરવે મળશે. પોર્ટલ પર આવકનો દાખલો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર,નવું રેશનકાર્ડ, નામ ઉમેરવું, કમી કરવું, સુધારા કરવા અને અલગ રેશનકાર્ડ મેળવવું, સોગંદનામું ઓન લાઇન મળશે. પોર્ટલ પર નોંધણી બટન પર ક્લિક કરી મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી દ્વારા એકાઉન્ટ બનાવવાનું રહેશે. ત્યારબાદ, મોબાઈલ નંબર/ઈ-મેઈલ અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરી શકાય છે. લૉગિન થયા બાદ ‘મારી પ્રોફાઇલ’ વિભાગમાં જઈને પોતાની વિગતો અને ફોટો અપડેટ કરવો જરૂરી છે, જે વિગતો અરજી ફોર્મમાં આપમેળે ભરાઈ જશે. નવી સેવાની વિનંતી પર ક્લિક કરી જરૂરી સેવા પસંદ કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા માટે તમે ડિજિટલ લોકર - DigiLocker નો સીધો ઉપયોગ કરી શકાશે.અરજી સબમિટ કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા નિર્ધારિત ફીની ચૂકવણી કરવાની રહેશે. અરજદાર પોતાની અરજીની સ્થિતિ પોર્ટલ પર લૉગિન કરીને જાણી શકે છે અને સેવા પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ પણ કરી શકે છે. દસ્તાવેજો અપલોડ કરવા માટે ડિજિટલ લોકરનો સીધો ઉપયોગ કરી શકાશે
Read Original Article →