પોલીસને જોઈ કાર ભગાવી:સુરજબારી ચેકપોસ્ટ નજીક કારમાંથી લઈ જવાતો 1.88 લાખનો દારૂ પકડાયો

Gujarat5/22/2026, 12:00:00 AM
પોલીસને જોઈ કાર ભગાવી:સુરજબારી ચેકપોસ્ટ નજીક કારમાંથી લઈ જવાતો 1.88 લાખનો દારૂ પકડાયો
સામખીયાળી પોલીસે સુરજબારી ચેકપોસ્ટ પાસે ફિલ્મી ઢબે પીછો કરીને સ્કોર્પિયો ગાડીમાંથી રૂપિયા 1.88 લાખની કિંમતનો દારૂ ઝડપી લીધો હતો જોકે આરોપી ભાગી જતા પોલીસને હાથ લાગ્યો ન હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સામખીયાળી પોલીસ મથકના પીઆઈ જે.એમ. ઝાલાની સુચનાથી ટીમ પેટ્રોલીંગમાં હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,માળિયા તરફથી દારૂ ભરેલી એક કાળા રંગની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 12 એફડી 0252 આવી રહી છે. પોલીસે ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી ગાડીને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ભગાડી મૂકી હતી. પોલીસે પીછો કરતાં બુટલેગરે ગાડી રોડના ડિવાઈડર સાથે અથડાવી દીધી હતી, જેથી ટાયર ફાટી જતાં ગાડી ઊભી રહી ગઈ હતી. આરોપી અંધારાનો લાભ લઇ બાવળની ઝાડીઓમાં ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીમાં તપાસ કરતા રૂપિયા 1.88 લાખની કિંમતનો 444 બોટલ દારૂ મળી આવ્યો હતો.પોલીસે સ્કોર્પિયો ગાડી અને દારૂ સહીતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →