ભુજ વોર્ડ નં. 1:વોર્ડ નં. 1માં કામ ઓછા, વાયદા ઝાઝા જેવો તાલ

Gujarat4/7/2026, 12:59:24 AM
ભુજ વોર્ડ નં. 1:વોર્ડ નં. 1માં કામ ઓછા, વાયદા ઝાઝા જેવો તાલ
વોર્ડ નંબર 1માં ચારેય નગર સેવકો કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા છે. આ વોર્ડમાં આવતા વિસ્તારોની વરસાદી પાણીનો નિકાલ, ગટરના પાણી, પીવાના પાણીની અનિયમિતતા, માર્ગની અધુરાશ સહિતના પ્રશ્નોમાં વાયદા અનેક થયા પરંતુ ઉકેલ ન આવ્યાનો અસંતોષ જોવા મળે છે. ખાસ કરીને વોર્ડ નંબર એકમાં સ્ટોર્મવોટર ડ્રેનેજ યોજના લાંબા સમયથી અધૂરી રહેતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. આશરે 10 હજાર લોકોને સીધો લાભ આપનારી આ યોજના માટે કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છતાં છેલ્લા 18 મહિનાથી કામ શરૂ થયું નથી. નગરસેવિકા આઈશુબેન સમાના આક્ષેપ મુજબ, કોન્ટ્રાક્ટરને રાજકીય ઓથ મળતી હોવાને કારણે કોઈ કાર્યવાહી થતી નથી. અગાઉના ચીફ ઓફિસરે કામ તાત્કાલિક શરૂ કરવાની ખાતરી આપતાં રહેવાસીઓએ પ્રતિક ઉપવાસ મુલતવી રાખ્યો હતો, પરંતુ હાલ સુધી કોઈ પ્રગતિ નથી. તો બીજી તરફ નીમાબેન આચાર્ય ધારાસભ્ય હતા ત્યારે બોર્ડ નંબર 1 થી 11 સુધીના માર્ગોની ગ્રાન્ટ મંજૂર થઈ હતી પરંતુ વોર્ડ એકમાં ફાળવેલા પૈસા પણ અન્ય વોર્ડમાં વપરાઈ ગયા હતા. તેવો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ નગર સેવિકા કરે છે. ગટર લાઈન નાખવા બાબતે અમન નગરમાં નાખવામાં આવી પરંતુ જીલાની નગરની છેવટ સુધી મંજૂર થઈ નથી. ધારા નગર અને આશાપુરા નગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી વહે છે. આમ પાંચ વર્ષમાં વાયદા અનેક થયા પરંતુ કામ નહિવત થયાનો અસંતોષ સ્થાનિકે અને પૂર્વ નગર સેવકોમાં જોવા મળે છે. કોંગ્રેસના 4 નગરસેવકો હોવાથી કામ ન થયાની રાવ ભુજ ના કુલ 11 વોર્ડમાંથી પ્રથમ ત્રણ વોર્ડમાં કોંગ્રેસની મજબૂત પકડ હોવાને કારણે અને નગરસેવકો આ પક્ષના ચૂંટાય છે. ભુજનો આ વિસ્તાર સમસ્યાથી વર્ષોથી પીડાતો રહ્યો છે તે માટે કોંગ્રેસી નગર સેવકો હોવાને કારણે સત્તા પક્ષ તેમની માગ નજર અંદાજ કરે છે તેવો આક્ષેપ કરવામાં આવે છે. રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આશાપુરા નગરમાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાય છે પરંતુ કાયમી ઉકેલ કરવામાં આવતું નથી તેનું પણ આ કારણ માનવામાં આવે છે. વિસ્તાર અમન નગર, સુમરાવાસ, બકાલી કોલોની, કજલી નગર, ભારત નગર, મદીના નગર, આશાપુરા નગર, કુંભાર વાસ, શાંતિનગર, મુસ્તફા નગર, કોલીવાસ વગેરે.. મતદારોની સંખ્યા
Read Original Article →