ભુજ-રાજકોટ રૂટ પર 46બસો દોડશે:ભુજ-રાજકોટ રૂટ પર નવી 3 વોલ્વો બસનો આરંભ

Gujarat6/10/2026, 12:00:00 AM
ભુજ-રાજકોટ રૂટ પર 46બસો દોડશે:ભુજ-રાજકોટ રૂટ પર નવી 3 વોલ્વો બસનો આરંભ
કચ્છ-સૌરાષ્ટ્ર વચ્ચે પરિવહન સેવાનો વ્યાપ વધારવા માટે ભુજ-રાજકોટ વચ્ચે નવી 3 વોલ્વો શરૂ કરાઈ છે. આ સાથે ભુજ-રાજકોટ રૂટમાં દૈનિક 11 વોલ્વો અને 4 એસી લક્ઝરી સહિત દરરોજ 46 બસોનું સંચાલન થઈ રહ્યું છે. હાલમાં રાજકોટ એસટી ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી 5 વોલ્વો બસ શરૂ કરાઈ છે. જેમાંથી 3 બસો ભુજ રૂટ પર અને 2 બસો બરોડા રૂટ પર દોડાવવાનો નિર્ણય લેવાયો છે. ભુજ-રાજકોટ વચ્ચે નવી 3 વોલ્વો બસો ઉમેરાતા હવે આ રૂટ પર પ્રીમિયમ સેવાનો વ્યાપ વધ્યો છે અને બંને શહેરો વચ્ચે દૈનિક વોલ્વોની સંખ્યા 11 પર પહોંચી છે. આ સાથે રાજકોટને જોડતી સ્લીપર, નોન-એસી લક્ઝરી, ગુર્જરનગરી, એક્સપ્રેસની કુલ 31 બસ મળીને રોજની 46 બસનું સંચાલન થઈ રહ્યું છે. ભુજથી રાજકોટના વિવિધ બસોના ભાડા સુવિધામાં વધારો : જાણો નવી શરૂ કરાયેલી વોલ્વો બસોનું સમયપત્રક રાજકોટથી ઉપડી ભુજ આવતી બસ ભુજથી ઉપડી રાજકોટ જતી બસ રોજની 11 વોલ્વો અને 4 એસી લક્ઝરીના સમય ભુજ એસટી વિભાગ પાસે કુલ 30 વોલ્વો એસટી વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હાલમાં ભુજ ડિવિઝન હસ્તક 30 વોલ્વો બસ છે, જ્યારે અન્ય ડિવિઝનમાંથી આવતી 10 બસો મળીને કુલ 40 વોલ્વો બસોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં મુસાફરોના ટ્રાફિક અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માંગ પ્રમાણે હજી પણ નવી વોલ્વો બસોના રૂટ વધારવામાં આવશે.
Read Original Article →