દૂધ ઉત્પાદનમાં કચ્છનો ડંકો:દૂધના 7,62,045 મેટ્રિક ટન ઉત્પાદન સાથે કચ્છ જિલ્લો રાજ્યમાં 7મા ક્રમે
તાજેતરમાં ભારતીય સંસદ (રાજ્યસભા) માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓમાં ગુજરાત અને ખાસ કરીને કચ્છ જિલ્લાએ દૂધ ઉત્પાદન ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ જોઇ શકાય છે. રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત રજૂ થયેલા વર્ષ 2024-25 ના ડેટા અનુસાર 762,045 મેટ્રિક ટન (આશરે 7.62 લાખ મેટ્રિક ટન) ના જંગી દૂધ ઉત્પાદન સાથે કચ્છ જિલ્લો સમગ્ર ગુજરાતમાં 7મા ક્રમાંકે પ્રસ્થાપિત થયો છે સંસદમાં અપાયેલી માહિતી મુજબ, વર્ષ 2024-25 માં દેશનું કુલ દૂધ ઉત્પાદન 248 મિલિયન મેટ્રિક ટન (આશરે 247,869,976 મેટ્રિક ટન) નોંધાયું છે.જેમાંથી ગુજરાતનું યોગદાન આશરે 19,293,643 મેટ્રિક ટન રહ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત દેશના ડેરી ઉદ્યોગમાં એક મજબૂત આધારસ્તંભ છે. ગુજરાતના 33 જિલ્લાઓમાંથી, બનાસકાંઠા જિલ્લો 3,546,711 મેટ્રિક ટનના ઉત્પાદન સાથે રાજ્યમાં પ્રથમ સ્થાને છે. ભૌગોલિક રીતે દેશનો સૌથી મોટો અને રણપ્રદેશ ધરાવતો જિલ્લો હોવા છતાં, કચ્છના પશુપાલકોની મહેનત રંગ લાવી છે. કચ્છનું 762,045 મેટ્રિક ટનનું ઉત્પાદન એ દર્શાવે છે કે ગુજરાતના કુલ દૂધ ઉત્પાદનમાં આશરે 3.95% હિસ્સો માત્ર કચ્છ પૂરો પાડે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે પણ દેશના કુલ ઉત્પાદનમાં કચ્છ 0.31% જેટલો નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. સરકારના અહેવાલ મુજબ, 2014-15 થી 2024-25 ના 11 વર્ષના ગાળામાં ભારતમાં દૂધ ઉત્પાદનમાં 69.41% નો ઐતિહાસિક વધારો નોંધાયો છે. જેમાં પશુઓની વાર્ષિક દૂધ ઉત્પાદકતા 1648 કિલોગ્રામથી વધીને 2251 કિલોગ્રામ થઈ છે, જે 36.63% નો રેકોર્ડબ્રેક વધારો દર્શાવે છે. રાજ્યમાં કચ્છથી આગળ રહેલા ટોચના 6 જિલ્લાઓ (આંકડા મેટ્રિક ટનમાં)
Read Original Article →