ઓનલાઈન સટ્ટો રમતો ઇસમ ઝડપાયો:ભચાઉમાં મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, 4ના નામ ખુલ્યા

Gujarat5/15/2026, 12:10:08 AM
ઓનલાઈન સટ્ટો રમતો ઇસમ ઝડપાયો:ભચાઉમાં મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો, 4ના નામ ખુલ્યા
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુગાર અને સટ્ટાની બદીને નાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ભચાઉ પોલીસે વર્ધમાનનગર વિસ્તારમાં દરોડો પાડી આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસની આ કાર્યવાહીમાં રોકડ રકમ, મોબાઈલ ફોન અને સટ્ટાના હિસાબની ડાયરી સહિત 15,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો છે, સટ્ટાના આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય ચાર શખ્સોના નામ ખુલતા પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વર્ધમાનનગરમાં રહેતો હરદેવસિંહ ચંદનસિંહ વાઘેલા પોતાના મોબાઈલમાં આઈપીએલ અંતર્ગત રમાઈ રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પર ઓનલાઈન સટ્ટો રમી રહ્યો છે અને અન્ય પાસે રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે હરદેવસિંહને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ સટ્ટાના વ્યવહારમાં અન્ય ચાર શખ્સોના નામ સામે આવ્યા છે, જેમાં ભવાનીપુરના પ્રવિણ મણકા અને ભરતદાન ગઢવી તેમજ ભચાઉના ગૌતમ અશોકભાઈ સોઢા અને જીતુભાઈ મોહનભાઈ ઠક્કરનો સમાવેશ થાય છે. ભચાઉ પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે.
Read Original Article →