ભુજને જોઈએ સિટી બસ:વોક-વે પર નવતર ડિજિટલ ઝુંબેશ છેડાઇ

Gujarat5/25/2026, 12:10:09 AM
ભુજને જોઈએ સિટી બસ:વોક-વે પર નવતર ડિજિટલ ઝુંબેશ છેડાઇ
ભુજ શહેરનો વ્યાપ અને વિસ્તાર સતત વધી રહ્યો છે, ત્યારે નાગરિકોને સુવિધાજનક અને સસ્તી મુસાફરી માટે સિટી બસની તાતી જરૂરિયાત છે. આ મામલે નિંદ્રાધીન તંત્રને જગાડવા અને સિટી બસની લોકમાંગ બુલંદ કરવા માટે રવિવારે ભુજના વોક-વે પર ‘ભુજ સર્વોત્તમ સંઘર્ષ સમિતિ’ દ્વારા એક નવતર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. લોકોએ પ્લેકાર્ડ સાથે સેલ્ફી અને ફોટા પડાવ્યા આ ઝુંબેશ અંતર્ગત વોક-વે પર ફરવા આવેલા નાગરિકોને ‘ભુજને જોઈએ સિટી બસ’ લખેલા પ્લેકાર્ડ આપવામાં આવ્યા હતા. સમિતિ દ્વારા લોકોને પોતાના જ મોબાઈલમાં આ પ્લેકાર્ડ સાથે ફોટા પડાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સિટી બસની માંગને વ્યાપક સમર્થન મળે તે હેતુથી આ ફોટાઓ નાગરિકોએ જાતે જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં અપલોડ કર્યા હતા. ડિજિટલ પ્લેટફોર્મ મારફતે તંત્ર સુધી અવાજ પહોંચાડવાના આ અનોખા પ્રયાસને ભુજના નાગરિકો તરફથી સ્વયંભૂ અને બહોળો સહકાર મળ્યો હતો. આ લોકઝુંબેશને જોતા આગામી સમયમાં સિટી બસની માંગ વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
Read Original Article →