ઉમેદવારોની યાદી જાહેર:ગ્રામ પંચાયતથી પાલિકા બનેલા નખત્રાણાની ચૂંટણીમાં સરપંચ સહિતના પત્તા કપાયા
કચ્છ જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો પામેલા નખત્રાણામાં ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. 7 વોર્ડ અને 24 બેઠકો ધરાવતી આ નગરપાલિકામાં પક્ષ દ્વારા મોટાભાગે નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે અગાઉ સરપંચ રહી ચૂકેલા દિગ્ગજોના પત્તા કાપતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગત ગ્રામ પંચાયતના સરપંચ રિદ્ધીબેન વાઘેલાને ટિકિટ અપાઈ નથી. તેની સામે, અગાઉ બે ટર્મ સરપંચ રહી ચૂકેલા ડાયાલાલ સેંઘાણીના પત્ની અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વસંતભાઈ વાઘેલાને નગરપાલિકામાં ચૂંટણી લડવાની તક આપવામાં આવી છે. માત્ર 3 સભ્યો રિપીટ: નખત્રાણા અને વિરાણી બોડીમાંથી મળીને કુલ માત્ર 3 જૂના ચહેરાઓને જ રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં નખત્રાણાના ગત બોડીના સભ્યો ચંદ્રિકાબેન ઈશ્વરભાઈ કેસરાણી અને ચંદનસિંહ રાણાસિંહ રાઠોડ, તથા મોટી વિરાણીના પૂર્વ સરપંચ સામાબેનનો સમાવેશ થાય છે. બાકીની તમામ બેઠકો પર નવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. ભાજપે સુધરાઈની ચૂંટણીમાં ઉતારેલા ઉમેદવારો
વોર્ડ-1:1: સંગીતાબેન પરેશભાઇ સાધુ, 2: જાગૃત્તિબેન મિતેશભાઇ ઠક્કર, 3: ચંદનસિંહ રાણસિંહ રાઠોડ, 4: હિરેન પ્રાણશંકર ભટ્ટ, વોર્ડ-2:1: સમાબેન ગોવિંદભાઇ બડિયા, 2: સવિતાબેન મંગલદાસ સોલંકી, 3: કરમશીભાઇ સોનાભાઇ રબારી, 4: જયેશભાઇ વેલજીભાઇ કાનાણી , વોર્ડ-3:1: મંગળાબેન રામજી વાઘેલા, 2: મુમતાઝ મુબારક કુંભાર, 3: દેવાભાઇ કાનાબાઇ રબારી, 4: સાટી અલીઅકબર , વોર્ડ-4:1: ચંદ્રિકાબેન ઇશ્વરભાઇ કેશવાણી , 2: દમયંતીબેન ડાયાલાલ સેંઘાણી , 3: મનન કલ્પેશ લુહાર, 4: નિતિનભાઇ ભરત સુરાણી, વોર્ડ-5:1: મધુબેન ચંદુભાઇ સુથાર, 2: ખુશ્બુબેન હાર્દિક સોની, 3: વસંતભાઇ વાઘેલા, 4: ભાવિન જગદીશભાઇ પલણ , વોર્ડ-6:1: હંસાબેન વેનીલાલ રૈયાણી , 2: રેણુબેન કિરણભાઇ પટેલ, 3: અમિતપુરી હરેશપુરી ગોસાઇ, 4: મનોજભાઇ કાંતિલાલ રૈયાણી, વોર્ડ-7:1: ઝીલબેન મહેશકુમાર રબારી, 2: વંદનાબેન વિશાલભાઇ છાભૈયા, 3: કરમશીભાઇ સાકરિયા બળિયા, 4: હમીરભાઇ વેરશીભાઇ રબારી.
Read Original Article →