કામ ચોખ્ખું થાય તે માટે જનતા નજર જરૂરી:વહેણ સફાઈના ટેન્ડર ખુલ્યા, ગત વર્ષે 33 લાખ ખર્ચ્યા હતા !

Gujarat5/22/2026, 12:00:00 AM
ભુજમાં ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે નગરપાલિકા પ્રિ-મોન્સૂન કામગીરી માટે સફાળી જાગી છે. શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સ્થિતિ ન સર્જાય તે માટે પાણીના વહેણ (વોંકળા) સાફ કરવા પાલિકાએ ગત 14મી મેના રોજ ટેન્ડર બહાર પાડ્યું છે. આ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 25 મે છે. જે પણ એજન્સી સૌથી નીચા ભાવ ભરશે, તેને કામ સોંપાશે અને વર્ક ઓર્ડર મળ્યાના એક મહિનામાં આ સફાઈ પૂરી કરવાની રહેશે. જોકે, વરસાદ જૂન મહિનામાં શરૂઆતમાં જ પડ્યો, તો કામ અધૂરા રહી જશે. ગત વર્ષે પાલિકાએ નાળા સફાઈના રૂ. 33 લાખનો જંગી ખર્ચ કર્યો હતો. પરંતુ વરસાદ દરમિયાન અનેક જગ્યાએ પાલિકાની પોલ ખોલી નાખી હતી. આરોપ હતા કે સફાઈનું પૂરેપૂરું કામ થયું જ નહોતું અને માત્ર કાગળ પર જ મોટા બિલો બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. વરસાદ જૂનમાં પડ્યો, તો કામ અધૂરા રહી જશે કામ ચોખ્ખું થાય તે માટે જનતા નજર જરૂરી ગત વર્ષના અનુભવ બાદ આ વખતે કામ ‘ચોખ્ખું’ થાય છે કે ફરી ભ્રષ્ટાચારનો કાદવ ઉડે છે, તેના પર લોકોની નજર રહેવી જોઈએ. જોવાનું એ રહે છે કે નગરપાલિકા આ વખતે સમયસર અને પ્રામાણિકતાથી કામ પૂરું કરાવે છે કે પછી દર વર્ષની જેમ ભુજની જનતાએ આ ચોમાસે પણ બસ સ્ટેશન, જયુબિલી સર્કલ, વોકળા ફળિયા જેવા વિસ્તારમાં ઘૂંટણસમા પાણીમાં હેરાન થવું પડશે.
Read Original Article →