ગાંધીધામમાં મોબાઈલ વેન દ્વારા પાસપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાશે:છેવાડાના વિસ્તારો સુધી સેવાઓ પહોંચાડવાના હેતુથી એક વિશેષ પહેલ કરાઈ
ગાંધીધામ અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે પાસપોર્ટ કચેરી દ્વારા એક મહત્વની અને રાહતના સમાચાર આપતી પહેલ કરવામાં આવી છે. છેવાડાના વિસ્તારો સુધી સેવાઓ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે અમદાવાદ રીજનલ પાસપોર્ટ કચેરી દ્વારા ગાંધીધામ ખાતે 'પાસપોર્ટ સેવા મોબાઈલ વેન' ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ખાસ સેવા આગામી તા. 20 મે થી 22 મે દરમિયાન ગાંધીધામમાં કચ્છ કલા રોડ પર આવેલી સેકટર-1એ સ્થિત મામલતદાર કચેરી ખાતે કાર્યરત રહેશે, જેથી સ્થાનિક લોકોને ઘરઆંગણે જ પાસપોર્ટની સુવિધા મળી રહેશે. એપોઇન્ટમેન્ટ કેવી રીતે બુક કરવી? અરજદારો નવી એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે અથવા તેમની અગાઉથી બુક થયેલી એપોઇન્ટમેન્ટને આ લોકેશન માટે રિશેડ્યુલ કરી શકે છે. તે કેવી રીતે કરી શકાશે તેની પ્રક્રિયા નીચે મુજબ છે. જરૂરી સૂચનાઓ
અરજદારોએ મુલાકાત સમયે તમામ અસલ દસ્તાવેજો (Original Documents) અને તેની સ્વ-પ્રમાણિત નકલો (Self-attested copies) નો એક સેટ પોતાની સાથે રાખવાનો રહેશે.
જરૂરી દસ્તાવેજોની યાદી વેબસાઇટ પરના “Documents Advisory” ટેબ પરથી જોઈ શકાય છે.
Read Original Article →