કૃષિ વ્યવસાય માટે ૨૨૨.૫૮ કરોડનું ભંડોળ એકત્ર કરાયું:સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ભુજમાં મેગા એગ્રિકલ્ચર ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજ્યો

Gujarat6/8/2026, 12:52:04 AM
કૃષિ વ્યવસાય માટે ૨૨૨.૫૮ કરોડનું ભંડોળ એકત્ર કરાયું:સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ભુજમાં મેગા એગ્રિકલ્ચર ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ યોજ્યો
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (પ્રાદેશિક કાર્યાલય, જામનગર)એ કચ્છ જિલ્લામાં બે દિવસીય કૃષિ અને ઔદ્યોગિક ધિરાણ આઉટરીચ કાર્યક્રમ જનરલ મેનેજર રોહિત કુમારના માર્ગદર્શનમાં યોજાયો હતો. જેઓ સેન્ટ્રલ ઓફિસ મુંબઈથી શિબિરમાં હાજરી આપવા આવ્યા હતા. પ્રથમ દિવસે, ગાંધીધામ ફૂડ ક્લસ્ટરમાં ચોખા નિકાસ એકમો, ઓઈલ મિલ પ્રોસેસિંગ પ્લાન્ટ અને કોમ્પ્રેસ્ડ બાયો-ગેસ એકમોને આવરી લેતા મુખ્ય સાહસોની ફોકસ મુલાકાતો હાથ ધરાઈ હતી, જેનાથી રૂ.130 કરોડના નવા ક્રેડિટ પ્રસ્તાવો ઉત્પન્ન થયા હતા. બીજા દિવસે ભુજમાં ખાતે મેગા ક્રેડિટ કેમ્પમાં મુખ્ય મહેમાન નીરજ કુમાર સિંહ (ડીડીએમ, નાબાર્ડ)એ કચ્છની કૃષિ વ્યવસાયની સંભાવનાઓ વિશે, જ્યારે મિથલેશ ગામિત (એલડીએમ, કચ્છ)એ મુખ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે સમજ આપી હતી. અને આશાપુરા એગ્રો ફાર્મ (હરેશ ઠક્કરના બાગાયત એકમ)ની મુલાકાત સાથે શિબિર પૂર્ણ થઈ હતી. આ કાર્યક્રમ જામનગરના પ્રાદેશિક વડા દીપક મંગલ અને જામનગરના પ્રાદેશિક કાર્યાલયના મુખ્ય વ્યવસ્થાપક નિલેશ મિશ્રાના આભારવિધિ સાથે પૂર્ણ થયો હતો.
Read Original Article →