ભાસ્કર એક્સક્લુસિવ:ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા વર્ષમાં ગેરકાયદે ખનીજ પરિવહનના 377 કેસ, 8.26 કરોડનો દંડ વસૂલાયો

Gujarat4/7/2026, 12:54:18 AM
ભાસ્કર એક્સક્લુસિવ:ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા વર્ષમાં ગેરકાયદે ખનીજ પરિવહનના 377 કેસ, 8.26 કરોડનો દંડ વસૂલાયો
એશિયાના સૌથી મોટા જિલ્લા એવા કચ્છમાં કુદરતી સંપદાની ચોરી કરનારા તત્વો સામે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. ભુજ સ્થિત ફ્લાઈંગ સ્ક્વોડની કચેરી દ્વારા નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન સઘન ચેકિંગમાં ખનિજ ચોરીના રેકોર્ડબ્રેક કેસો નોંધી કરોડો રૂપિયાની દંડકીય વસૂલાત કરવામાં આવી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે કેસોની સંખ્યા અને સરકારી તિજોરીમાં જમા થયેલી રકમમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ફ્લાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલકુમાર શાહના માર્ગદર્શનમાં તપાસ ટીમોએ વર્ષ 2025-26 દરમિયાન બિનઅધિકૃત રીતે ખનિજ સાથે સંકળાયેલા કુલ 377 કેસ નોંધ્યા છે. આ કામગીરીમાં ગેરકાયદે વહનના 302 કેસ, ગેરકાયદે ખનનના 59 કેસ તથા ગેરકાયદે ખનિજ સંગ્રહના 16 કેસ કરવામાં આવ્યા છે. આ 377 કેસોમાં કુલ મળીને રૂ. 8,26,87,635ની દંડકીય રકમ વસૂલ કરી સરકારી તિજોરીમાં જમા કરવામાં આવી છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં રાત-દિવસ સર્વેલન્સ અને આકસ્મિક ચેકિંગના કારણે ખનિજ ચોરી કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફ્લાઈંગ સ્ક્વોડની આક્રમક કામગીરીને પગલે સરકારી સંપદાની ચોરી પર લગામ આવવાની શક્યતા છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ તેજ બનાવવામાં આવશે તેવા સંકેતો વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અબડાસા, મુન્દ્રા, ખાવડા, વાગડ સહિતના વિસ્તારમાં અવારનવાર ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવે છે ખનીજ ચોરી રોકવા માટે ખાવડા અને સુરજબારીમાં ખનિજ વિભાગની ચેકપોસ્ટ પણ આવેલી છે. છેલ્લા 3 વર્ષનો તુલનાત્મક આંકડો દંડ ન ભરનારા 3 શખ્સો સામે કોર્ટ કેસ સ્કવોર્ડ દ્વારા કડક કાનૂની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. કુલ 12.97 લાખની ખનિજ ચોરીના કેસમાં કસૂરદારો દ્વારા દંડની રકમ ભરપાઈ ન કરવામાં આવતા વિભાગ દ્વારા કુલ 3 કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા છે. માર્ચના 30 કેસોની વસુલાત હાથ ધરાઇ એપ્રિલ માસમાં પણ માર્ચના 30 કેસોની વસૂલાતની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. 4 ગેરકાયદે ખનનના અને 26 ખનીજ પરિવહનના કેસોમાં દંડ વસૂલાત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે
Read Original Article →