આગ ભભૂકી:APMCમાં પ્લાસ્ટિકના કેરેટોમાં ભભૂકી આગ, 2700 લીટર પાણીના છંટકાવ બાદ બુઝાઈ

Gujarat6/10/2026, 12:00:00 AM
આગ ભભૂકી:APMCમાં પ્લાસ્ટિકના કેરેટોમાં ભભૂકી આગ, 2700 લીટર પાણીના છંટકાવ બાદ બુઝાઈ
શહેરમાં એપીએમસી માર્કેટ ખાતે આગનો બનાવ બન્યો હતો. મંગળવારે સવારે 8:30 કલાકે ભુજ ફાયર કંટ્રોલ રૂમને આ બાબતે જાણ કરાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, દુકાનોની બહાર રાખવામાં આવેલા પ્લાસ્ટિકના કેરેટમાં આગ લાગતા જ્વાળાઓએ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ 4 દુકાનો સુધી પ્રસરી હતી. ફાયર બ્રિગેડની ટીમે આશરે એક કલાકની કામગીરી બાદ આગને કાબૂમાં લીધી હતી. આગ બુઝાવવા દરમિયાન અંદાજે 2,700 લીટર પાણીનો ઉપયોગ કરાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ફાયર બ્રિગેડના ડીસીપીઓ વિશાલ ગઢવીના માર્ગદર્શન હેઠળ ફાયરમેન જિગ્નેશ જેઠવા, રુદ્ર જોષી, મોહન રબારી, યશપાલસિંહ વાઘેલા અને સુનિલ મકવાણાએ આગ પર કાબૂ મેળવવા જહેમત ઉઠાવી હતી. પ્રભુનગરમાં મધરાતે કારમાં આગ લાગી ભુજના પ્રભુનગર વિસ્તારમાં ખોડીયાર માતાના મંદિર પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગથી કારમાં નુકસાન થયું હતું. બનાવનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગના ડીસીઓ ભગતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ફાયરમેન પ્રતીક મકવાણા, રફીક ખલીફા અને જય ઠક્કરે આગ બુઝાવવાની કામગીરી કરી હતી. છાડવારામાં સોલાર પ્લેટ નીચે ચારામાં આગ લાગી ભચાઉ તાલુકાના છાડવારા ગામે એક સોલાર પાવર પ્લાન્ટમાં પ્લેટો નીચે ઘાસચારામાં આગ લાગી હતી જેની જાણ ભચાઉ ફાયર ટીમને કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કામગીરીમાં પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ જોડાયા હતા.
Read Original Article →