હરીપરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ:‘સ્ત્રીના હાથમાં આવનારી પેઢીનું અસ્તિત્વ છે’

Gujarat5/25/2026, 12:30:49 AM
હરીપરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ:‘સ્ત્રીના હાથમાં આવનારી પેઢીનું અસ્તિત્વ છે’
રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ, પ્રબોધ અને ઘોષ વર્ગ કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યાલય રતનધામ હરીપરમાં તા. 9/5થી 24/5 સુધી યોજાયો હતો. વર્ગમાં રોજ હવન યોજાયા હતા. સાથે આમંત્રિત અતિથિઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવતું, રાત્રી કાર્યક્રમ અંતર્ગત ભજન સંધ્યા, ડાયરો, રાસ ગરબા, દેશભક્તિના ગીતોનું અભિનય જેવા કાર્યક્રમ યોજાયા હતા. અધિક માસ હોતા બહેનોએ કાંઠાગોરનું પૂજન પણ કર્યું હતું. માતૃ હસ્ત ભોજનમાં 60 પરિવારોએ લાભ લીધો, સેવિકા બહેનો દ્વારા રાણી દુર્ગાવતીની નાટિકાનું નિદર્શન તથા ભુજના મુખ્ય માર્ગો પર લય અને તાલ સાથે ઘોષ (બેન્ડ) નિદર્શન સાથે પથ સંચલન યોજાયું સાથે સ્થિર વાદન પણ કરાયું હતું. તાલીમ વર્ગમાં બહેનોએ સાત કોઠાનું યુધ્ધ યોજ્યું હતું. વર્ગના છેલ્લા દિવસે જાહેર સમારોહ અંતર્ગત વર્ગ દરમિયાન શીખેલી કૃતિઓ જેવી કે ઘોષ, દંડ, નિયુધ્ધ (કરાટે), યશ્ટી (નાની લાકડી), યોગચાપ (લેઝિમ), સમતા, ગોપુરમ સાંધિક ગીતનું નિદર્શન કરાયું હતું. સંધ્યાબેન ટીપરે (અખિલ ભારતીય સેવા પ્રમુખ) તથા રાજશ્રીબેન જાની (ક્ષેત્ર કાર્યવાહીકા)નું માર્ગદર્શન મળ્યું હતું. પ્રવેશ વર્ગમાં 61, પ્રબોધમાં 25 અને ઘોષ વર્ગમાં 21, અખિલ ભારતીય અધિકારી 2, ક્ષેત્ર અધિકારી 1, પ્રાંત અધિકારી 8, શિક્ષિકા 16 અને પ્રબંધિકા બહેન કુલ 153 બહેનોએ 38 સ્થાન પરથી વર્ગમાં પ્રશિક્ષણ મેળવ્યું હતું. મુખ્ય વક્તા વિજયાતાઈ અખિલ ભારતીય તરુણી પ્રમુખ, અધ્યક્ષા અમી બેન શ્રોફ , મેનેજિંગ ટ્રસ્ટી શ્રુજન અને LLDC, અતિથિ અનીતાબા જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, નીતાબેન જાની પ્રાંત કાર્યવાહીકા, દમયંતીબેન ઓઝા પ્રવેશ વર્ગધિકારી, અંજનાબેન ટીમબડીયા પ્રબોધ વર્ગાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ જણાવ્યું કે સ્ત્રીના હાથમાં આવનારી પેઢીનું અસ્તિત્વ છે જે ખૂબ મોટી જવાબદારી છે. સમાજ દેશની જવાબદારી સ્ત્રી ઉપર છે. વ્યક્તિનો સૌથી પહેલો શિક્ષક માં છે તેમજ ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ જ સર્વશ્રેષ્ઠ છે. હરીપરમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રવેશ, પ્રબોધ અને ઘોષ વર્ગનો સમાપન સમારોહ યોજાયો : 158 બહેનો જોડાયા
Read Original Article →