ફરિયાદ:માધાપરની હોટલના કાઉન્ટરના ખાનામાંથી રૂ.23 હજારની ચોરી કરી કર્મચારી ફરાર

Gujarat4/11/2026, 12:00:00 AM
માધાપર હાઈવે પર આવેલી હોટલ કચ્છ એલેગેન્સમાં નોકરી કરતા એક શખ્સે હોટલના કાઉન્ટરના ટેબલમાંથી રૂ.23,000 રોકડાની ચોરી કરી નાસી છૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. હોટલના સંચાલકે સીસીટીવી ફૂટેજ ચેક કરતા કર્મચારી ચોરી કરતો કેદ થયો હતો, જેના આધારે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી ધિરજકુમાર જગાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, હોટલમાં રૂ.12,000 ના માસિક પગારથી નોકરી કરતો અમરેલીના ભુરખીયાનો ઝેનીલ અશોકભાઈ પાથર ગત 3 એપ્રિલના રોજ કાઉન્ટર પર બેઠો હતો. થોડીવારમાં આવું છું તેમ કહી તે જતો રહ્યો હતો અને પરત ન આવતા શંકા ગઈ હતી. સીસીટીવી ચેક કરતા વહેલી સવારે 00:14 થી 00:57 વાગ્યાના સમયગાળામાં તે કાઉન્ટરના ખાનામાંથી રૂપિયા લેતો જોવા મળ્યો હતો. ચોરી થયા બાદ ફોન સ્વિચ્ડ ઓફ થઇ ગયો ચોરી બાદ આરોપીનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. હોટલ સંચાલકે આરોપીના પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીએ બાજુની હોટલવાળા પાસેથી પણ દવાખાને જવાના બહાને રૂ.8,000 ઉધાર લીધા હતા.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read Original Article →