સ્કીલ ડેવલપમેન્ટ અને કચ્છના વિષયો પર મુકાયો ભાર:યુનિ.માં માસ્ટર્સનો નવો અભ્યાસક્રમ તૈયાર

Gujarat5/22/2026, 12:00:00 AM
ઉચ્ચ શિક્ષણમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) લાગુ થયાને 3 વર્ષ પૂર્ણ થયા છે. જે વિદ્યાર્થીઓએ NEP અંતર્ગત સ્નાતક (UG) નો અભ્યાસ શરૂ કર્યો હતો, તેઓ હવે શૈક્ષણિક વર્ષ 2026-27 થી માસ્ટર્સ (PG) માં પ્રવેશ મેળવશે. આ પ્રથમ બેચ માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને એજ્યુકેશન સહિતના તમામ વિભાગોમાં માસ્ટર્સના અભ્યાસક્રમમાં ફેરફાર કરી નવો કોર્સ તૈયાર કરાયો છે. હાલમાં GCAS મારફતે માત્ર સ્નાતકના પ્રવેશ શરૂ થયા છે, ટૂંક સમયમાં અનુસ્નાતકના પ્રવેશ શરૂ થશે. ' ચાલુ માસના અંતે એકેડેમિક કાઉન્સિલ અને જૂનના પ્રથમ સપ્તાહમાં BOMમાં મંજૂરી વિભાગો દ્વારા અન્ય યુનિવર્સિટીઓ સાથે ચર્ચા કરીને તેમજ નિષ્ણાંતોની મદદથી તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમમાં સ્કીલ એન્હાન્સમેન્ટ, કોમન યુનિવર્સિટી એક્ટની જોગવાઈઓ અને ખાસ કરીને કચ્છના સ્થાનિક વિષયોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ અંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, ચાલુ માસના અંતે એકેડેમિક કાઉન્સિલની બેઠક બોલાવાશે. ત્યારબાદ જૂનના પ્રથમ સપ્તાહમાં EC (એક્ઝિક્યુટિવ કાઉન્સિલ) અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટિંગ મળશે, જેમાં આ નવા કોર્સને પસાર કરવામાં આવશે.નવા કોર્સની સ્વીકૃતિ મળતા નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ નવો અભ્યાસક્રમ ભણવાનો રહેશે. માસ્ટર્સ માટે વિદ્યાર્થીઓને મળશે 3 નવા વિકલ્પ રેગ્યુલર માસ્ટર્સ : અગાઉની જેમ જ સ્નાતક પછી 2 વર્ષનું માસ્ટર્સ. ડિગ્રી વિથ ઓનર્સ : વિદ્યાર્થીઓ કોલેજમાં જ ચોથું વર્ષ ભણી શકશે. ત્યારબાદ પાંચમું વર્ષ યુનિવર્સિટીમાં ‘માસ્ટર્સ’ તરીકે કરવાનું રહેશે. ડિગ્રી વિથ ઓનર્સ એન્ડ રિસર્ચ : આ વિકલ્પમાં વિદ્યાર્થીઓએ સંશોધન કરવાનું હોય છે. આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓ સીધા Ph.D. માટે લાયક ગણાશે. કચ્છની 8 કોલેજોમાં ચોથું વર્ષ શરૂ કરવા મંજૂરી અપાઈ કુલસચિવ ડો.અનિલ ગોરે જણાવ્યું કે, યુનિ. દ્વારા ચોથા વર્ષના અભ્યાસ માટે 8 કોલેજોને લીલીઝંડી અપાઇ છે જે કોલેજો માંગણી કરશે તેમને મંજૂરી અપાશે. ઓનર્સ એન્ડ રિસર્ચ માટે 6 કોલેજોને મંજૂરી : લાલન કોલેજ (ભુજ), જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ, તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ, તોલાણી કોમર્સ, રાપર આર્ટ્સ એન્ડ સાયન્સ અને માંડવી મરીન સાયન્સ કોલેજ. માત્ર ઓનર્સ માટે 2 કોલેજોને મંજૂરી : ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ અને સહજાનંદ ગર્લ્સ કોલેજ. પ્રોફેસરોની અછત | નિયમ મુજબ ચોથું વર્ષ શરૂ કરવા માટે સંબંધિત વિષયમાં મિનિમમ બે પ્રોફેસર હોવા ફરજિયાત છે. ઘણી સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી કોલેજો ચોથું વર્ષ શરૂ કરવા ઈચ્છે છે, પરંતુ પ્રોફેસરોની અછત હોવાના કારણે તેઓ આ કોર્સ શરૂ કરી શકતી નથી.
Read Original Article →