આયોજન:ભુજની શિફા હોસ્પિટલ માટે દિનારા ગામે 18 દિવસમાં રૂ. 18 લાખનું દાન એકત્ર થયું
ભુજના પચ્છમ વિસ્તારમાં આવેલ દીનારા ગામ ખાતે 5 એપ્રિલે શિફા હોસ્પિટલ માટે દાન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જે મૌલાના બિલાલ જામઈ (પૂર્વ અમીર – જમાઅતે એહલે હદીસ – કચ્છ)ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મુસ્લિમ શિફા મેડિકલ ટ્રસ્ટના હોદેદારોએ દીનારાની મુલાકાત લઈ હોસ્પિટલ પ્રત્યે લાગણી વ્યક્ત કરનાર ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.માહે રમઝાન દરમિયાન મૌલાના બિલાલ જામઈના માર્ગદર્શન હેઠળ ગામના યુવકો દ્વારા સતત 18 દિવસ સુધી મગરિબથી ઈશા સુધી ઘરેઘરે જઈ હોસ્પિટલ માટે દાન એકત્રિત કર્યું હતું. હિન્દુ-મુસ્લિમ સહિત સર્વે ગ્રામજનોએ હૃદય ખોલીને ફાળો આપતાં કુલ દાનની રકમ રૂ. 18 લાખ સુધી પહોંચી હતી.દાન અર્પણ કાર્યક્રમમાં દીનારાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ગામના શ્રીમંતો, મધ્યમવર્ગ, માલધારીઓ તેમજ શ્રમિક વર્ગે પણ યથાશક્તિ ફાળો આપ્યો હતો. એક હૃદયરોગથી પીડાતા ગરીબ યુવકે રૂ.500 નો ફાળો આપ્યો હતો, જ્યારે તેના પિતાએ રૂ.1000નું દાન આપ્યું હતું. ઉપરાંત 15-17 બાળકીઓએ તેમને મળેલી ઈદી શિફા હોસ્પિટલ માટે અર્પણ કરી હતી. ટ્રસ્ટના પ્રમુખ હાજીઆદમ ચાકીએ શિફા મિશન પ્રત્યે ગ્રામજનોની લાગણીને બિરદાવી હતી. તેમજ ટ્રસ્ટીઓ હાજીયાકુબ સોનારા, હાજીરશીદ ખત્રી, હાજીસિદ્દીક ત્રાયા, હાજીઈશાક હિંગોરા, સી.એ. ઝહીર મેમણ તથા માનદ મેનેજર હાજીઈબ્રાહીમ જતે દાનની રકમ સ્વીકારી હતી. આ પ્રસંગે દીનારા ગામના અગ્રણીઓ મૌલાના બિલાલ જામઈ (અમીર જઈય્યત એહલે હદીય પચ્છમ ઝોન), મી. હાશિમ યુનુસ, મી. ભચાયા હારૂન, મી. ઈમામુદ્દીન વલી, મી. યુનુસ હસન, જુમા ઓસ્માન, અ.રઝાક હારૂન જામોતર, અ.અઝીઝ ઈસ્માઈલ, અ.રશીદ અબડા, હસન રણમલ, રીઝવાન હસન, લખમીર સત્તા, અનવર મુકીમ, રમઝાન સિદ્દીક, હાશિમ યુનુસ ઉપરાંત ગ્રામજનો હાજીગની હાજીજુસબ, અલી ઈબ્રાહીમ, દાઉદ સિદ્દીક, ઈસ્માઈલ ઈબ્રાહીમ, અ.જબ્બાર નૂરમામદ, ઈબ્રાહીમ હાજીબિલાલ, મીઠા હાજીમોડ, રશીદ નૂરમામદ, મમતાજ હસન, ઈબ્રાહીમ ઈસ્માઈલ, મગા સાફરીયા, હધુ તમાચી, ઈબ્રાહીમ મામદ, મી. અ.મજીદ, મૌ. શોએબ, જુણસ મતારા, કયુમ હારૂન, સાલે મોળજી, હાજીઉમર દરીયા, હારૂન જામોતર, જુણસ મામદ રહીમ હાજર રહ્યા હતા.
Read Original Article →