બિબ્બરમાં મૂળ ભાજપના મહિલાને કોંગ્રેસે ટિકિટ આપી:નખત્રાણા તાલુકા અને જિ.પં.ની બેઠકો પર પરંપરાગત હરીફો ટકરાશે
નખત્રાણા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે દાવેદારી કરવા માટે ઉમેદવારો તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં પહોંચી આવ્યા હતા. તાલુકાના કોટડા, નેત્રા, રસલીયા, રવાપર, ગડાણી, તલ, વંગ, દેશલપર, બિબર, નિરોણા, દેવપર, કોટડા રોહા, મંજલ સહિતની 18 તાલુકા પંચાયતની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જિલ્લા પંચાયતની નિરોણા, વિથોણ, કોટડા, નેત્રા સીટો માટે પણ બંને પક્ષના ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. નિરોણા બેઠક પર જિલ્લા પંચાયતના ઉમેદવારનું નામ યાદીમાં હતું તેને છેલ્લી ઘડીએ દૂર કરી ઘનશ્યામસિંહ જાડેજાનું ફોર્મ ભરાવાયું હતું. આવું થવાના કારણો વિશે લોકોમાં તર્ક વિતર્ક વહેતા થયા હતા. સ્થાનિકને ટિકિટ ન મળતા નારાજગી જોવા મળી હતી. બિબર સીટ પર ગત તાલુકા પંચાયત ભાજપ તરફથી લડેલા શારદાબેન રમેશભાઈ આહીરને ભાજપમાં ટીકીટ ન મળતા કોંગ્રેસ તરફી ઉમેદવારી નોંધાવી હતી.
Read Original Article →