મૃતદેહ મળી આવ્યો:આદિપુરમાં લાપતા યુવકનો ઝાડીમાંથી દેહ મળી આવ્યો

Gujarat5/14/2026, 2:12:25 AM
આદિપુરમાં અઠવાડિયાથી ગુમ થયેલા 20 વર્ષીય યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. પંચમુખી હનુમાન મંદિર પાસે રહેતા અર્જુનભાઈ દિનેશભાઈ રાણાનો મૃતદેહ બાવળની ઝાડીમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, યુવકની ગુમનોંધ આદિપુર પોલીસમાં દાખલ કરાઈ હતી. પોલીસ અને સ્થાનિકો દ્વારા ચાલી રહેલી શોધખોળ દરમિયાન બાવળની ઝાડીઓમાંથી યુવકનો દેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકે ત્યાં જઈને આત્યંતિક પગલું ભરી લીધું હોવાનું જણાઈ આવે છે. પોલીસે દેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. યુવકે કયા કારણોસર પગલું ભર્યું તે સ્પષ્ટ થયું નથી. પોલીસે આ મામલે અકસ્માતે મોતની નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે. યુવાનના મોતથી તેના પરીવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી.
Read Original Article →