થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન:ટીમ્સ કોલેજ આદિપુર ખાતે 134 છાત્રોના થેલેસેમિયા પરીક્ષણ માટે રક્તના નમૂના લેવાયા

Gujarat4/5/2026, 12:00:00 AM
થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું આયોજન:ટીમ્સ કોલેજ આદિપુર ખાતે 134 છાત્રોના થેલેસેમિયા પરીક્ષણ માટે રક્તના નમૂના લેવાયા
તોલાણી મોટવાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (TMIMS) ખાતે વિદ્યાર્થીઓ અને સ્ટાફના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા હેતુથી થેલેસેમિયા ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 134 વિદ્યાર્થીઓએ આપ્યા રક્તના નમૂનાઓ લેવાયા હતા. આ કેમ્પ TMIMSના સોશિયલ આઉટરીચ ક્લબ દ્વારા આઇએમએ ગાંધીધામ તથા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ભુજના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. કેમ્પમાં બીબીએ અને એમબીએના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ સભ્યો જોડાયા હતા, જેમાં કુલ 134 વિદ્યાર્થીઓએ થેલેસેમિયા ટેસ્ટ માટે પોતાના રક્તના નમૂનાઓ આપ્યા હતા. થેલેસેમિયા જેવી જનનાત્મક બીમારી માટે યુવાનોમાં સમયસર ચકાસણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વહેલી તકે નિદાન થવાથી ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓને અટકાવી શકાય છે તેમજ લગ્ન પહેલાં થતી તપાસ દ્વારા આવતી પેઢીને આ બીમારીથી બચાવવા મહત્વપૂર્ણ પગલાં લઈ શકાય છે. તેથી આવા કેમ્પો યુવા પેઢીમાં જાગૃતિ ફેલાવવા માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.આ પ્રકારના આરોગ્યલક્ષી ઉપક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવી અને સમાજ પ્રત્યેની જવાબદારીનો ભાવ વિકસાવવો TMIMSનો મુખ્ય હેતુ છે. સંસ્થા સતત આવા સામાજિક અને આરોગ્ય સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરીને વિદ્યાર્થીઓને સંવેદનશીલ અને જવાબદાર નાગરિક તરીકે ઘડવામાં પ્રયત્નશીલ છે.આ કેમ્પ ને સફળ બનાવવા માટે સંસ્થા ના ડાયરેક્ટર ડૉ.સંપદા કાપસેના માર્ગદર્શન હેઠળ ડૉ.તેજશ પૂજારા, પ્રોફેસર માનસી અદાણી, ડૉ.સુરેશ લાલવાની અને વિજેતા ઉધાનીએ જહેમત ઉઠાવી હતી.
Read Original Article →