ભુજ વોર્ડ નં - 4:ખખડી ગયેલા માર્ગો દેખાય તો સમજવું વોર્ડ નં 4 છે

Gujarat4/10/2026, 1:07:55 AM
ભુજ વોર્ડ નં - 4:ખખડી ગયેલા માર્ગો દેખાય તો સમજવું વોર્ડ નં 4 છે
ગત પાંચ વર્ષ દરમિયાન વિકાસના કામો થયાનું ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય પૂર્વ નગર સેવકો જણાવે છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી જોતા આ વોર્ડમાં આવેલા વિસ્તારોમાં સ્થાનિકોના મતે કામોમાં રહેલી કચાશો સુધારવાની જરૂર ચોક્કસ છે. જેષ્ઠાનગર વિસ્તારમાં માર્ગ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓને લઈને રહેવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગણેશ ચોકથી રોનક ચોક અને લાલ ટેકરીને જોડતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે, જ્યારે ડીપી ચોકથી વાઘેશ્વરી ચોક સુધીનો નવો બનાવેલો રસ્તો ગટર અને પાણીની લાઈનો માટે ફરી ખોદકામ થતા ખાડાઓથી ભરાયો છે. હોસ્પિટલ રોડ પર અગાઉ સારો સીસી રોડ હોવા છતાં હવે ડામર અને પેવર બ્લોકના થિંગડાઓથી અવ્યવસ્થિત સ્થિતિ સર્જાઈ છે. કેમ્પ પોલીસ ચોકીથી રિલાયન્સ મોલ સુધીનો માર્ગ પણ વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી કરે છે. શેરીઓમાં સફાઈ નામમાત્ર થાય છે અને નાળાઓમાં ગંદકી ભરાઈ રહી છે. પીવાના પાણીની સમસ્યા નથી, પરંતુ ઢાળવાળા વિસ્તારમાં પાણીનો બગાડ વધુ થાય છે. અનિયંત્રિત બાંધકામ અને ઓટલાઓને કારણે રસ્તાઓ સાંકડા બની ગયા છે, જેના કારણે ઈમરજન્સી વાહનોને પણ અવરજવર મુશ્કેલ બને છે. રસ્તાઓની ખરાબ હાલત અને વધેલા સ્પીડબ્રેકરના કારણે રીક્ષા ચાલકો પણ આવવાનું ટાળી રહ્યા છે અથવા વધુ ભાડું વસૂલ કરે છે. સ્થાનિકોએ ટાઉન પ્લાનિંગ મુજબ નવા માર્ગોના કામો ઝડપથી પૂર્ણ કરવાની અને સુવિધાઓ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે તેવું જણાવ્યું હતું. 6 કરોડથી વધુના માર્ગોના કામ થયા છે ! જન લોક ભાગીદારી દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી ફાળવાતી રકમ પેટે કુલ છ કરોડથી વધુના ખર્ચે સીસી રોડનું કામ થયું હોવાનું જણાવતા પૂર્વ નગર સેવક મોહમ્મદ હનીફ માંજોઠી ઉમેરે છે કે ભાવેશ્વર નગરનું પુલનું કામ હાલમાં ચાલુ છે. ભાવેશ્વર નગર જેષ્ઠા નગર વગેરે જગ્યાએ ડ્રેનેજ લાઇન પડી ગઈ છે. તો વીજપોલ ખડા કરીને સ્ટ્રીટ લાઈટ પણ વધારવામાં આવી છે. માર્ગોના કામ ઉપરાંત ઇન્ટરલોક પાથરવાનું કામ પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સીસી રોડ બન્યા અને તૂટ્યા પણ છે જે કામની ગુણવત્તા બાજુ અંગુલી નિર્દેશ કરે છે. વિસ્તાર રાજેન્દ્રનગર, કેમ્પ એરિયા, વિજયનગરનો અમુક વિસ્તાર, જેષ્ઠા નગર, શારદા સોસાયટી, નુતન સોસાયટી, આનંદ કોલોની, ઇન્દિરા નગરી, ઓરિએન્ટ કોલોની, અંબાજી મંદિર પાસેનો રહેણાંક વિસ્તાર મતદારોની સંખ્યા
Read Original Article →