જિલ્લા ન્યાયાલયના મિડીએશન સેન્ટર દ્વારા સુંદર કાર્ય:દંપતી વચ્ચે આર્થિક તંગીથી આત્મહત્યા સુધી પહોંચેલ વિવાદનો અંતે સુખદ અંત

Gujarat4/10/2026, 1:18:22 AM
દાંપત્ય અને ઘરેલુ સબંધોમાં સર્જાતી તકરારોને સમયસર સમજણથી સુખદ રીતે ઉકેલી શકાય છે. હાલમાં ભુજ સ્થિત જિલ્લા ન્યાયાલયના મિડીયેશન સેન્ટર ખાતે ફરીવાર એક દંપતીનું દાંપત્ય જીવન તૂટતા પહેલા બચાવી લેવામાં આવ્યું હતું. ચારેક વર્ષથી દંપતી સાથે રહેતા હતા અને જેમાં એમને કોઈ સંતાન ન હતું. પતિની આવક ઓછી હોવાથી એમા ઘરનું ગુજરાત ચલાવવું મુશ્કેલ બની જતું હતું. એવામાં અચાનક એક દિવસ પતિને કામ મળવાનું બંધ થઈ ગયું. હવે આર્થિક સ્ત્રોત બંધ થઈ જતાં દંપતી વચ્ચે તકલીફો વધવા લાગી. ઘણીવાર બંને વચ્ચે નાની-નાની બાબતોમાં તકરાર થવા લાગ્યો. ઘર ચલાવવું એટલું મુશ્કેલ થઈ ગયું હતું કે, અંતે પતિની પરવાનગી વગર જ કે તેમને ખબર ન પડે તેમ પત્નીએ ઘરની ચીજ-વસ્તુઓ વેચવાની શરૂ કરી દીધી હતી. આ કેસમાં મિડીયેટર દ્વારા પ્રથમ બેઠકમાં બંને પક્ષોની વચ્ચે રહેલી ગેરસમજોને દૂર કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં મિડીયેટના માર્ગદર્શન તેમજ બંને પક્ષોની સકારાત્મકતાને કારણે સંબંધિત વિવાદના મુદ્દાઓ પર સહમતી સાધી હતી. અંતે, પતિએ રહેવા માટે મકાનની વ્યવસ્થા કરી, નવું કામ શોધી અને કમાણી કરી ઘર ચલાવવાની જવાબદારી ઉઠાવવા સહમત થયા હતા. સાથે જ પત્નીએ પણ પતિને આત્મહત્યા જેવુ પગલું ન ભરવા વચન આપ્યું. માત્ર એક બેઠકમાં જ જટીલ જણાતો આ લગ્ન વિષયક પ્રશ્ન 4 એપ્રિલે ઉકેલાતા મામલાનું સમાધાન થયું હતું. બંનેએ છુટ્ટા થવાનું નક્કી કર્યું હતું પરિસ્થિતિ ત્યાં સુધી કપરી બની ગઈ હતી કે, રહેવા માટે ભાડે મકાનની વ્યવસ્થા પણ થઈ શકે તેમ નહતી. ઘણીવાર પતિએ ગુસ્સામાં આવી પત્નીને અપશબ્દો બોલેલા. જેથી પત્નીને દુઃખ લાગતા પતિને આત્મહત્યા કરવાની ધમકી આપી, અંતે બંનેએ છુટ્ટા થવાનું નક્કી કર્યું. જોકે આ કેસ કોર્ટમાં ઔપચારિક રીતે દાખલ થાય તે પહેલાં તેને મિડીએશન સેન્ટર ખાતે પ્રિ-લિટિગેશન (ઉજાસ) તરીકે રજીસ્ટર કરાયો હતો.
Read Original Article →