બાળકો માટે નોંધણી પ્રક્રિયા:આંગણવાડી પ્રવેશોત્સવ : ICDS ભુજ-1માં 3 થી 5 વર્ષના 293 બાળકોની નોંધણી પૂર્ણ

Gujarat5/25/2026, 12:17:27 AM
બાળકો માટે નોંધણી પ્રક્રિયા:આંગણવાડી પ્રવેશોત્સવ : ICDS ભુજ-1માં 3 થી 5 વર્ષના 293 બાળકોની નોંધણી પૂર્ણ
ગુજરાત સરકારના ‘પ્રવેશોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત કચ્છના મુખ્ય મથક ભુજમાં 3 થી 5 વર્ષના તમામ બાળકોને આંગણવાડીની સેવાઓ હેઠળ આવરી લેવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આઈ.સી.ડી.એસ. ઘટક ભુજ-1 ના કાર્યક્ષેત્રમાં આવતા ભુજ શહેરના વિવિધ વિસ્તારોમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે નોંધણી કરવામાં આવી છે. ભુજ શહેર અને જિલ્લાના તમામ વાલીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ અભિયાનમાં વધુને વધુ સંખ્યામાં જોડાઈ પોતાના બાળકોને આંગણવાડીમાં મૂકે, જેથી બાળકના સર્વાંગી વિકાસનો પાયો મજબૂત કરી શકાય.ભુજની સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ આંગણવાડીમાં નવા બાળકોના પ્રવેશ માટે સર્વે સહિતની કામગીરી ચાલી રહી છે. બાળકો માટે નોંધણી પ્રક્રિયા નોંધણી માટે બાળક અથવા માતા-પિતામાંથી કોઈ એકનું આધારકાર્ડ આપવું આવશ્યક છે. નોંધનીય છે કે, લાભાર્થીઓની આ તમામ માહિતી ભારત સરકારના ‘પોષણ ટ્રેકર’ પોર્ટલ પર સંપૂર્ણપણે સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે. બાળકોને થતા મુખ્ય ફાયદા પોષણ અને શિક્ષણ : બાળકોને નિયમિત પૂરક પોષણ અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ પૂરું પડાઈ છે. આરોગ્ય તપાસ : દર મહિને નિષ્ણાત ડૉક્ટર્સ દ્વારા બાળકોની ફ્રી આરોગ્ય તપાસ થાય છે. કુપોષણ સામે લડત : કુપોષિત બાળકોની ઓળખ કરી તેમના પર વિશેષ દેખરેખ અને વાલીઓને યોગ્ય માર્ગદર્શન અપાય છે.
Read Original Article →