બાળકોની વેકેશનમાં વિજ્ઞાનમાં રૂચી:ભુજ રિજનલ સાયન્સ સેન્ટરમાં AI કેમ્પ, વિદ્યાર્થીઓએ જાતે બનાવી ‘બ્લુટુથ કાર’

Gujarat5/22/2026, 12:00:00 AM
બાળકોની વેકેશનમાં વિજ્ઞાનમાં રૂચી:ભુજ રિજનલ સાયન્સ સેન્ટરમાં AI કેમ્પ, વિદ્યાર્થીઓએ જાતે બનાવી ‘બ્લુટુથ કાર’
ભુજ સ્થિત રિજનલ સાયન્સ સેન્ટર ખાતે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવા અને નવી ટેક્નોલોજીથી અવગત કરવાના હેતુથી સમર સાયન્સ કેમ્પ યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ગુરુવારથી એઆઈ અને રોબોટિક્સ થીમ પર કેમ્પની શરૂઆત થઈ છે. ધોરણ 6 થી 10ના છાત્રો માટે 3 દિવસ અને 2 રાતના કેમ્પમાં સ્થાનિક કચ્છ સહિત સુરત, રાજકોટ અને પાલનપુર જિલ્લાની કુલ 26 શાળાઓના બાળકો ભાગ લઈ રહ્યા છે. પ્રથમ દિવસે, છાત્રોએ જુદા જુદા સેન્સર, આરડીનો, ડી.સી. મોટર અને કોડિંગ અંગે માહિતી મેળવી, બ્લુટુથ કાર બનાવવાની હેન્ડ્સ-ઓન એક્ટિવિટી અને મેઝ સોલ્વિંગ રોબોટનું નિદર્શન પણ કર્યું હતું. સાથે જ, ટીમ ગેમ્સ, એક્સપર્ટ ટોક, ક્વિઝ તેમજ ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી ખાતે બાળકોને ગગન દર્શન કરાવાયુ હતું. રિજનલ સેન્ટર ખાતેથી મળતી માહિતી મુજબ, હવે પછીનો કેમ્પ 28 મેથી એક્સપ્લોરિંગ નેચર થીમ પર યોજાનાર છે, જેમાં મર્યાદિત બેઠકો બાકી હોવાથી રસ ધરાવતા વિદ્યાર્થીઓને વહેલી તકે નોંધણી કરવા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે 70439 24605 પર સંપર્ક કરી શકાશે.
Read Original Article →