અદાણી પોર્ટ મુન્દ્રાનો નેશનલ રેકોર્ડ:એક જ જહાજમાં કરી 6008 કારની નિકાસ; રોરો ટર્મિનલ દ્વારા વિશ્વના 100 દેશોમાં વાહનોના નિકાસનું કેન્દ્ર બન્યું

Gujarat4/11/2026, 12:00:00 AM
અદાણી પોર્ટ મુન્દ્રાનો નેશનલ રેકોર્ડ:એક જ જહાજમાં કરી 6008 કારની નિકાસ; રોરો ટર્મિનલ દ્વારા વિશ્વના 100 દેશોમાં વાહનોના નિકાસનું કેન્દ્ર બન્યું
તાજેતરમાં મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટના રોરો ટર્મિનલ પર એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. જેમાં MV-NOCC ADRIATIC જહાજ પર એક શિપમેન્ટ માં 6008 કાર ની નિકાસ કરીને ભારતમાં સૌથી વધુ કાર નિકાસ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.આ સિદ્ધિ ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે એક મહત્વ નો સીમાચિહ્નન છે. ગત નાણાંકીય વર્ષ દરમ્યાન મુન્દ્રા સ્થિત રોરો ટર્મિનલે કુલ 2,29,000 કાર ની નિકાસ કરીને દેશના ઓટોમોબાઇલ સેક્ટરમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.આમ આ ટર્મિનલ ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે એક મહત્વના પરિબળ તરીકે ઉભરી આવ્યું છે.અદાણી પોર્ટ્સ મુન્દ્રા ના રોરો ટર્મિનલ દ્વારા વાહનોની નિકાસ વિશ્વના 100 થી વધુ દેશોમાં કરવામાં આવે છે. અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા અનુભવી ઓપરેશન ટીમના કારણે જહાજ ની અંદર વાહનોના વિશિષ્ઠ પાર્કિંગ અને સમયસર પરિવહનની કાર્યક્ષમતા અસાધારણ છે.2009 માં સ્થાપિત રોરો ટર્મિનલ આજે દિલ્હી એનસીઆર,રાજસ્થાન અને ગુજરાતમાં આવેલી અનેક ઓટોમોબાઇલ કંપનીઓ માટે મુખ્ય ગેટવે પોર્ટ સાબિત થઇ રહ્યો છે.વિશેષમાં આ બંદરે ગેસ,લિકવિડ,કન્ટેનર,ડ્રાયકાર્ગો,સ્ટીલકાર્ગો અને કોલસાના આયાત ની વ્યવસ્થા છે.જે ઝડપી કાર્ગો હેન્ડલિંગ ઉપરાંત ન્યૂનતમ ટર્નરાઉન્ડ સમય સાથે વિશ્વસ્તરીય સેવાઓ પ્રદાન કરે છે.
Read Original Article →