પશુ આરોગ્ય શિબિર:કુરનમાં યોજાયેલા પશુ આરોગ્ય શિબિરમાં 98 પશુની સારવાર

Gujarat4/10/2026, 1:36:58 AM
પશુ આરોગ્ય શિબિર:કુરનમાં યોજાયેલા પશુ આરોગ્ય શિબિરમાં 98 પશુની સારવાર
કામધેનુ યુનિવર્સિટી સાથે સંકળાયેલા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજના પશુચિકિત્સા સારવાર સંકૂલ અને એગ્રોસેલ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમથી 9 એપ્રિલે કુરન ગામે પશુ આરોગ્ય તપાસ, સારવાર શિબિર તથા માર્ગદર્શન ગોષ્ઠી યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમ્યાન કુલ 98 પશુઓની તપાસ કરીને તેમને જરૂરી સારવાર અપાઈ હતી જેમાં 20 કેસ દવાઓ દ્વારા સારવારના અને 78 કેસ પ્રજનન તંત્ર સંબંધિત સમસ્યાઓના નોંધાયા હતા. સાથે જ પશુઓને કૃમિનાશક દવા પણ અપાઈ હતી. ડૉ. કે. કે. હડીયા અને ડૉ. હરદીપસિંહ વિજયેતાએ ગાય તથા ભેંસોમાં ગર્ભાશય સંબંધિત રોગોની ઓળખ કરી યોગ્ય સારવાર આપી અને પશુપાલકોને આવી બીમારીઓથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય ડૉ. રાકેશ ભોજાણી, ડૉ. હિરેન બારોટ અને ડૉ. ક્રિષિ પટેલે પણ વિવિધ રોગોના નિદાન અને નિવારણ માટે સક્રિય ભાગ ભજવ્યો હતો.શિબિરમાં 26 ગાયો, 46 ભેંસો, 23 બકરાં, 1 ઘોડી અને 2 ઊંટોની સફળ સારવાર કરાઈ હતી.મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. એચ. બી. પટેલે આવા ઉપયોગી પ્રયાસોની પ્રશંસા કરી હતી.
Read Original Article →