સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સ્થાનિક સ્વરાજ્યની 448 સીટ માટે 867 ફોર્મ ઉપડ્યા, 31 ભરાયા

Gujarat4/10/2026, 1:15:27 AM
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 1867 ફોર્મનું વિતરણ થયું છે, જેની સામે માત્ર 31 ફોર્મ જ ભરાયા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત નથી કરાઇ. કચ્છની 9 તાલુકા પંચાયતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 31 ફોર્મ ભરાયા છે, જેમાં સૌથી વધુ લખપત તાલુકામાં 19 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત ભુજમાં 04 ફોર્મ, મુન્દ્રા 05 ફોર્મ, અબડાસામાં 02 ફોર્મ અને રાપર તાલુકા પંચાયત માટે 01 ઉમેદવારે ફોર્મ ભર્યો છે. હાલમાં માત્ર અપક્ષ અને આમ આદમી પાર્ટી સહિતના અન્ય પક્ષો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લી તારીખ 11 એપ્રિલના રોજ મોટાભાગના ઉમેદવારો ફોર્મ ભરશે. કચ્છની બેઠકવાર ફોર્મની સ્થિતિ
Read Original Article →