કેબલ ચોર પોલીસના સકંજામાં:ટુંડા સ્થિત કંપનીમાંથી કોપર કેબલ ચોરનાર 4 આરોપીઓને પકડી લેવાયા

Gujarat4/6/2026, 2:19:45 AM
કેબલ ચોર પોલીસના સકંજામાં:ટુંડા સ્થિત કંપનીમાંથી કોપર કેબલ ચોરનાર 4 આરોપીઓને પકડી લેવાયા
મુન્દ્રા તાલુકાના ટુંડામાં આવેલ અદાણી એમપીએલ કંપનીમાંથી કોપર વાયર અને રોડની ચોરી કરનાર ચાર આરોપીઓને પોલીસે રૂપિયા 12.49 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ.રાણાએ મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા ટીમને સુચના તથા માર્ગદર્શન આપ્યો હતો.જેને ધ્યાને લઇને ચોરીના બનાવને અંજામ આપનાર આરોપી અબ્દુલકરીમ સલીમ શેખ,અજીજ અબ્દુલ્લા જુણેજા,સમીર ઉર્ફે કારો સલીમ શેખ અને ઉસ્માન સલીમ જુણેજાને ઝડપી લીધા છે. મુંદરા પોલીસ સ્ટેશના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે, અબ્દુલકરીમ સલીમ શેખ રહે. સુખપર, મુંદરા તથા અજીજ અબ્દુલ્લા જુણેજા રહે. સુખપર, મુંદરા વાળાએ અદાણી એમપીએલ કંપનીના પોકેટ-01 તથા પોકેટ 05 માં માંથી કોપર વાયરની ચોરી કરેલી છે. બાતમીને આધારે પોલીસે બન્ને આરોપીને પકડી લીધા બાદ પૂછપરછ કરતા આરોપીઓએ જણાવેલ કે ISGEC કંપનીમાંથી ફ્લેક્સીબલ કોપર વાયર પૈકી અમુક મુદ્દામાલ સીમર ઉર્ફે કારો સલીમ શેખના ઘરે રાખેલ તેમજ અન્ય મુદ્દામાલ દરિયા કિનારે ઝાડીમાં સંતાડી રાખેલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 12.49 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →