રતનાલ બાયપાસ રક્તરંજીત:21 કલાકમાં 2 અકસ્માતમાં ૩ ના મોત; સિનુગ્રાથી ભુજ આવતી કાર ડીવાઇડર સાથે ભટકાતા 2 મહિલાના મોત, પાંચ લોકો ઘવાયા

Gujarat5/19/2026, 12:00:00 AM
રતનાલ બાયપાસ રક્તરંજીત:21 કલાકમાં 2 અકસ્માતમાં ૩ ના મોત; સિનુગ્રાથી ભુજ આવતી કાર ડીવાઇડર સાથે ભટકાતા 2 મહિલાના મોત, પાંચ લોકો ઘવાયા
શહેરથી અંજાર જતા હાઈવે માર્ગ પર રતનાલ બાયપાસ પાસે અકસ્માત સર્જાયો હતો.જેમાં ઓરા કાર ડીવાઇડર સાથે ભટકાતા પલટી ગઈ હતી જેમાં ગંભીર ઈજાઓ પહોચતા એક વૃદ્ધ મહિલા સહીત બેના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પાંચ લોકોને ઈજા પહોચતા સારવાર તળે ખસેડવામાં આવ્યા હતા. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ સોમવારે સાંજે ચાર વાગ્યાથી સાડા ચાર વાગ્યાના અરસામાં રતનાલ બાયપાસ નજીક અકસ્માત સર્જાયો હતો.ભુજનો પરિવાર સિનુગ્રાથી પરત આવી રહ્યો હતો. એ દરમિયાન કોઈ કારણોસર કાર ડીવાઇડર સાથે ભટકાઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં 60 વર્ષીય યાસ્મીનબેન ઈસ્માઈલભાઈ ચાકી અને 21 વર્ષીય શિફાબેન રમજુભાઈ ચાકીને ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના બનાવમાં કારમાં સવાર નસીમાબાઈ રમજુભાઈ ચાકી,મોહમદ સિધિક,મોહમદ અને આઈશાને ઈજાઓ પહોચી હતી.અકસ્માત સર્જાતા તાત્કાલિક 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.બનાવ અંગે જાણ થતા અંજાર પોલીસ મથકની ટીમ પણ ઘટનાસ્થળ અને હોસ્પિટલ દોડી આવી હતી. આ બનાવથી પરિવારમાં અરેરાટી છવાઇ જવા પામી હતી. રતનાલ બાયપાસ રોડ પર અવાર-નવાર અકસ્માત થાય છે, જેનાથી નારાજગી ફેલાઇ છે. નિંગાળ ચોકડી પાસે કારની ટક્કરથી રતનાલના યુવકનું મોત રતનાલ બાયપાસ પર રવિવારે રાત્રે નિંગાળ ચોકડી પર અકસ્માત થયો હતો.જેમાં રતનાલના 22 વર્ષીય વિવેકભાઈ વાઘજીભાઈ છાંગાનું કારની ટક્કરથી ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. અકસ્માત સંદર્ભે શિક્ષણ મંત્રીના પુત્ર મુકેશ છાંગા અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા. અને ત્રણ જગ્યાએ રોડ ક્રોસ થાય છે. જેમાં રતનાલ, ચુબડક-ગંઢેર રોડ રતનાલ-નિંગાળ રોડ અને રતનાલ-ભાદરોઇ રોડ પર કોઈ સર્વિસ રોડ કે અંડર પાસ કે ઓવરબ્રિજ નથી. જેના કારણે અકસ્માત થતા રહે છે. એક્સપ્રેસ હાઈવે હોવાથી વાહનો પુરપાટ ઝડપે આવે છે અને ત્યાંથી ક્રોસ કરી રહેલા નાના વાહનોને સીધા હડફેટે લઇ અકસ્માત સર્જે છે.આ પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી હતી.
Read Original Article →